કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

દારૂ તો પીવો જ જોઈએ, દુનિયાના 196 દેશોમાં પીવાઈ છે, એટલે ખરાબ નથી, કોણે કર્યો આ બફાટ

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરતી દેખાય છે. ત્યારે દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ઘેરવામાં આવી હતી. ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યાં હતા કે ગુજરાતને બેફામ દારૂના અડ્ડાની જરૂર નથી. પરંતુ હવે આમ આદમી પાર્ટી AAPના ગીર સોમનાથના જ નેતા અને આ બેઠક ઉપરના ઉમેદવાર જગમાલ વાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દારુ મામલે નિવેદન આપી આમ આદમી પાર્ટીને મુશ્કેલીમાં મુકતા જોવા મળ્યા હતા. ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળાએ એક સભામાં આપેલુંં નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે. દારૂને લઈ કરેલા તેમના નિવેદનને કારણે માત્ર ગીર સોમનાથ જ નહીં પણ રાજ્યની રાજનીતીમાં ગરમાવો આવે તેવી શક્યતાઓ છે. આ નિવેદનના વાયરલ વિડીયો તેઓ જણાવે છે કે, 800 કરોડની વસ્તી છે 196 દેશ છે પણ આખા દુનિયામાં દારૂ પિવાની છુટ છે દેશમાં પણ બધે દારૂ પીવાની છુટ છે પણ ગુજરાતમાં જ દારૂબંધી છે. માટે સાબિત થઈ જાય છે કે દારૂ ખરાબ નથી, પણ દારૂ આપણને પી જાય છે આપણે દારૂને પીવાનો છે, આપણે દારૂ પીએ તો ખરાબ નથી પણ દારૂ આપણને પી જાય છે તે એક જ પ્રોબ્લેમ છે. માટે તાકાત હોય તો દારૂ પીવો બાકી મોટા મોટા ડોકટર, આઈપીએસ અને આઈએએસ દારૂ પીવે છે.

Back to top button