ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા : લમ્પી વાઇરસથી પીડાતી ગાયો માટે શરૂ કરાયો આઇસોલેશન વોર્ડ

Text To Speech

પાલનપુર : સમગ્ર ગુજરાત અને ભારતભરમાં હાહાકાર મચાવનાર ગાયોમાં પ્રસરેલા લમ્પી વાઇરસને કારણે હજારો ગાયો મોતને ભેટી રહી છે. ત્યારે હંમેશા સમાજસેવાના કાર્યમાં અગ્રેસર રોટરી ક્લબ ડીસા દ્વારા ગૌ ધનને બચાવવા માટે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. જેના અનુસંધાને રોટરી ક્લબ ડીસા અને શિકુરામ સેવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે એસ.વી.પ્લાઝા ની બાજુમાં પાટણ રોડ ખાતે લમ્પીગ્રસ્ત ગાયો માટે આઇસૉલેશન વોર્ડ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગંભીર રીતે પીડાતી ગયો માટે 24 કલાક સારવાર કરતી સ્વયં સેવકોની ટીમ અને જરૂર વેટરનરી ડોક્ટરની સગવડતા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આવી છે.

આ પ્રસંગે રોટરી ક્લબ ડીસા ના પ્રમુખ વિષ્ણુભાઈ શર્મા, સેક્રેટરી હસમુખભાઈ ઠક્કર અને શિકુરામ સેવા સંગઠન ના સર્વે મિત્રો હાજર રહયા હતા. આ પ્રસંગે નગરપાલિકા ડીસાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા આઇસોલેશન વોર્ડમાં જરૂરી પાણી અને સ્વચ્છતાની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી. આ પ્રસંગે રોટરી ક્લબ ડીસામાંથી વિક્રમ ઠક્કર, મણીભાઈ પટેલ , રોહિતભાઈ ડી. ચોકસી, કરસનભાઈ ખત્રી સહિત રોટરિયન મિત્રો અને આરએસએસના ડીસાના સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

જેમણે ગાયો ને બચાવવા માટે ઉદાર હાથે ફાળો આપવાની ખાત્રી આપી હતી. શિકુરામ સેવા સંગઠન ના પ્રમુખ મયજીભાઈ દેસાઈ અને સેક્રેટરી સુરેશભાઈ. સાંખલા અને એમની ટીમ દ્વારા 24 કલાક થતી ગૌ માતાની સેવાને સૌ હાજર રહેલા આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાની નવજીવન બી.એડ્. કોલેજ ખાતે અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું કરાયું આયોજન

Back to top button