એસિડિટી મટાડી, કેન્સરના મુખમાં ધકેલશે આ દવા…તમે પણ લેતા હોવ તો આજે જ બંધ કરો..
એસિડિટી થઈ હોય એવા કિસ્સામાં ઘણા લોકો સીધા મેડિકલ સ્ટોર પરથી રેનટેક નામની દવા લેતા હોય છે. આ દવા ઝેનટેક અને રેનિટિડાઈન તરીકે પણ ઓળખાય છે.
એસીડીટીની સમસ્યા હોય એવા ઘણા લોકો આ દવા સાથે કે ઘરમાં રાખતા હોય છે. પરંતુ ડોક્ટરની સલાહ વગર આ દવા લેવી હિતાવહ નથી. આ દવા કેન્સર કારક છે.
કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી યાદીમાંથી દૂર કરાયું નામ
તાજેતરમાં કેન્દ્ર સરકારે જીવનજરૃરી દવાઓનું નવું જાહેર કર્યું એમાંથી આ દવાને હટાવી દેવાઈ છે. અમેરિકા સહિતના અનેક દેશોમાં આ દવા પ્રતિબંધિત છે. એક સમયે અમેરિકામાં આ દવા ધૂમ વેચાતી હતી. પરંતુ કેન્સરકારક તત્વો મળી આવ્યા પછી પ્રતિબંધ મુકી દેવાયો છે.
આ પણ વાંચો: World Rose day: કેમ આ દિવસ કેન્સર પીડિતોને સમર્પિત છે?
આડેધડ દવા લેતા પહેલા ચેતજો
આ દવા આસાનીથી મેડિકલ સ્ટોરમાંથી મળતી હોવાથી લોકો તેનો બેજવાબદારી પૂર્વક ઉપયોગ કરતા હોય છે. આપણને સામાન્ય લાગતી આવી દવા ઘાતક સાબિત થઈ શકે છે. માટે આડેધડ કોઈ ગોળી લેવી ન જોઈએ.