અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજ દર વધારવાને કારણે આખી દુનિયાના શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. અમેરિકી બેંકની અસર ભારતીય માર્કેટમાં પણ જોવા મળી રહી છે. ગુરુવારે સવારે ભારતીય બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ SENSEX 392 પોઈન્ટ તો નિફ્ટી 108 પોઈન્ટના સાથે ખુલ્યાં હતા. તો ડોલર સામે રૂપિયો વધુ નરમ પડ્યો છે. માર્કેટ ખુલતાં જ રૂપિયામાં 0.39 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ફેડ રિઝર્વની અસર માર્કેટ પર
આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, FMCG, મેટલ્સ, મીડિયા સેક્ટરને છોડીને તમામ સેક્ટરમાં વેચવાલીનો માહોલ છે. માર્કેટમાં ઘટાડા બાદ સ્મોલ કેપ અને મિડ કેપના શેરમાં તેજી છે. તો બેંકિંગ, IT, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરમાંથી માત્ર 19 શેરમાં લેવાલી જોવા મળી રહી હતી.
ડોલર સામે રૂપિયાની નરમાશ યથાવત
બુધવારે જોવા મળેલા રૂપિયાના રકાસનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો. આજે માર્કેટ ખુલતાંની સાથે જ ડોલર સામે રૂપિયાની નરમાશ જોવા મળી. ગુરુવારે ભારતીય રૂપિયો ડોલરની તુલને 80.258ના સ્તરે પહોંચી ગયો. તો 21 સપ્ટેમ્બર 2022નાં રોજ આ 79.97 પર બંધ થયો હતો. એવામાં માર્કેટ ખુલતાં જ રૂપિયામાં 0.39 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો ડોલર ઈન્ડેક્સની વાત કરીએ તો આ પોતાના બે દશકાના ઉચ્ચ સ્તરે 111ને પાર પહોંચી ગયો છે. મહત્વપૂર્ણ છે કે 21 સપ્ટેમ્બર અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરમાં 75 બેઝીસ પોઈન્ટનો વધારો કર્યો છે. ડોલર ઈન્ડેક્સ 20 વર્ષના ઉચ્ચ સ્તરે 111.72ના સ્તરે પહોંચી ગયો છે.