ગુજરાત

કોંગ્રેસ બાદ NSUIએ કરી વચનોની લ્હાણી, વિદ્યાર્થી મતદાતાઓને આકર્ષવા 5 વચનો આપ્યા

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરવામાં પણ હરિફાઈ કરી રહ્યાં હોય તેમ દરેક પક્ષ પ્રજાને વચનોની રેવડી વ્હેંચે છે. આપ, ભાજપ અને કોંગ્રેસે લુભાવનાર વચનો આપ્યા બાદ હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ પણ વિદ્યાર્થી મતદાતાઓને આકર્ષવા વચનોની લ્હાણી કરી છે.  કોંગ્રેસ પક્ષ દ્વારા 11 વચન જનતાને આપવામાં આવ્યા છે અને આ વચનની પત્રિકા લોકો સુધી પહોંચાડવામાં આવશે. ત્યારે NSUI દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને લગતા પાંચ વચનોની પત્રિકા બનાવીને ગુજરાત ભરના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓને NSUIમાં જોડવામાં આવશે.

NSUIમાં જોડાવવા ઈચ્છતા હોય તેને જોડવામાં આવશે
NSUI દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ઝોન પ્રમાણે પાંચ વચનોની પત્રિકા બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો દ્વારા વિવિધ કોલેજમાં જઈને આ પત્રિકા આપવાની શરૂઆત કરવામાં આવી છે .જે વિદ્યાર્થી NSUIમાં જોડાવવા ઈચ્છતો હોય તેને જોડવામાં પણ આવી રહ્યા છે.

NSUIના પાંચ વચનો

  • 300 ઈંગ્લીશ મીડિયમની સ્કૂલો શરૂ કરી KG થી PG સુધીનું શિક્ષણ મફત
  • 10 લાખ યુવનકને નોકરી આપીને કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ
  • બેરોજગર યુવાનો અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે 3000ની પ્રતિ માસ આર્થિક મદદ
  • સરકારી નોકરી માટે અરજી ફી માફ તથા પરીક્ષા માટેનું પરિવહન મફત
  • પરીક્ષામાં ચેડાં ના થાય તે માટે સરકારી ભરતી અધિનિયમ કાયદો બનાવીને પેપર લીક કરનાર સંસ કડક કાર્યવાહી
Back to top button