29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બુધવારે પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતનો શાનદાર વિજય થયો હતો. સુરતના ઈન્દોર દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ અલગ જ જોવા મળી રહ્યો હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. આવનારા સમયમાં ટેબલ ટેનિશ સિન્ગલ, ડબલ અને મિક્સ ડબલની મેચ પણ રમાશે.
GUJARAT CLINCHES THE GOLD!
G for Games, G for Gujarat,
G for Gold, G for Glory!The #GoForGold campaign has delivered it’s first success story!!
Delhi wins the Silver medal, while Maharashtra and West Bengal settle for the Bronze medal at the Men’s Teams event in Table Tennis. pic.twitter.com/gmxrUHxfpi— National Games Gujarat (@Nat_Games_Guj) September 21, 2022
ગુજરાતી ટીમના માનવ ઠક્કરે પ્રથમ મેચમાં દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યો હતો. જ્યારે હરમીત દેસાઈએ 17 વર્ષના પાયસ જૈન સામે 11-7, 11-3, 12-10થી જીત મેળવી હતી. અને માનુષ શાહે ત્રીજી મેચમાં યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી પરાજય આપ્યો હતો. આ સાથે જ પુરુષ ટેબલ ટેનિશની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ સાથે પહેલા નંબરે, દિલ્હીની ટીમ સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર-પશ્ચિમ બંગાળ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.
સેમી ફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે જીત્યા હતા
ટેબલ ટેનિસમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યની ટીમો ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટીમ ગુજરાત હરમીત દેસાઈની આગેવાનીમાં રમી રહી છે. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે ગુજરાતે 3-0 થી વિજય મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળને હરાવીને ગુજરાતનો ફાઇનલમાં પ્રવેશ થયો હતો.
આ પણ વાંચો : બેંક ફ્રોડ કેસ: સીબીઆઈએ એબીજી શિપયાર્ડના ભૂતપૂર્વ સીએમડી ઋષિ અગ્રવાલની કરી ધરપકડ