મનોરંજન

રાજુ શ્રીવાસ્તવની આજે અંતિમ વિદાય, દિલ્હીના નિગમ બોધ ઘાટ પર થશે અંતિમ સંસ્કાર

Text To Speech

કોમેડી કિંગ કહેવાતા રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. બુધવારે દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવને તા. 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ 42 દિવસના જીવન મરણ વચ્ચેના યુદ્ધ બાદ આખરે રાજુએ પોતાના પ્રાણ ત્યાગી દિધા હતા અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. ત્યારે રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મનોરંજન જગતમાં શોકનો માહોલ

રાજુ શ્રીવાસ્તવના નિધનથી સમગ્ર મનોરંજન જગત અને રાજનીતિ જગતમાં શોકનો માહોલ છે. તેમના નિધન પર પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ સહિત તમામ મોટા નેતાઓ અને સેલિબ્રિટીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

દિલ્હીના નિગમ બોધ ઘાટ પર આજે અંતિમ સંસ્કાર

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ પછી તેમનો પરીવાર ભાંગી પડ્યો છે. રાજુ શ્રીવાસ્તવના નિધનની ખબર જાણીને તેમની પત્ની શિખા પોતાનો હોશ ખોઈ બેઠી હતી. તેમજ તેમનો દિકરો અને દિકરી હજું પણ સદમામા છે. તા 22 સપ્ટેમ્બર 2022ના રોજ રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ પર 9:30 વાગ્યે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને દ્વારકાથી ઘાટ લાવવામાં આવશે. તેઓ આ ઘાટના વીઆઈપી વિભાગમાં મુખાગ્નિ આપવામાં આવશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, તેના શરીરના બહારના ભાગો પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. હા, 42 દિવસ હોસ્પિટલમાં હતા ત્યારે તેમને આપવામાં આવેલા ઈન્જેક્શનના નિશાન ચોક્કસપણે મળી આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ માત્ર એક ઔપચારિકતા હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, રાજુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માત્ર એક ઔપચારિકતા હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે લોકો તેના મૃત્યુને મુદ્દો ન બનાવે. હવે લોકો એમ કહી શકશે નહીં કે તેમનું મૃત્યુ રહસ્ય હતું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે દિવસે તેને દાખલ કરવામાં આવ્યો હતો તે દિવસે તેની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કર્યા પીએમ મોદીના વખાણ, પ્રશંસામાં કહ્યુ…

Back to top button