ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND W vs ENG W: હરમનપ્રીતની ધમાકેદાર સદી, ભારતીય મહિલા ટીમે 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં ODI શ્રેણી જીતી

Text To Speech

કેપ્ટન હરમનપ્રીત કૌર (અણનમ 143) અને ત્યારબાદ ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુર (4 વિકેટ)ની ઘાતક બોલિંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વનડેમાં યજમાન ઈંગ્લેન્ડને 88 રનથી હરાવ્યું. ભારતે પ્રથમ વનડે પણ સાત વિકેટે જીતી હતી અને હવે તેણે બીજી વનડે પણ જીતીને 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી લીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અગાઉ 1999માં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી હતી. બીજી ODI મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે ODI ક્રિકેટના ઈતિહાસમાં તેનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. આ મોટા સ્કોર સામે ઈંગ્લેન્ડની ટીમ આખી ઓવર પણ રમી શકી ન હતી અને 44.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન માટે ડેનિયલ વ્યાટે સૌથી વધુ 65 અને એલિસી કેપ્સી અને એમી જોન્સે 39-39 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે રેણુકાની ચાર વિકેટ ઉપરાંત દીપ્તિ શર્મા અને ડી હેમલતાને એક-એક સફળતા મળી હતી.

indian women team
indian women team

હરમનપ્રીત કૌરની પાંચમી ODI સદી, ભારતે બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો

આ પહેલા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતને આ સ્કોર સુધી લઈ જવામાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો મોટો ફાળો હતો, જેણે પોતાની કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. હરમનપ્રીત કૌરે 100 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તેણે મેચમાં 143 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન હરમનપ્રીતે 111 બોલમાં 18 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટનની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 80 રન ઉમેર્યા અને 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા. પૂજા વસ્ત્રાકરે 18(16) અને દીપ્તિ શર્માએ 15(09)નું યોગદાન આપ્યું હતું.

ટોસ હાર્યા બાદ બેટિંગ માટે બોલાવવામાં આવતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર શેફાલી વર્મા (08) ફરી એકવાર વહેલી પેવેલિયનમાં પરત ફરી હતી. સ્મૃતિ મંધાનાએ તેના શાનદાર ફોર્મને ચાલુ રાખતા 51 બોલમાં 40 રન બનાવ્યા અને બીજી વિકેટ માટે યાસ્તિકા ભાટિયા (26) સાથે 54 રનની ભાગીદારી નોંધાવી. સ્મૃતિ અને યાસ્તિકાના આઉટ થયા બાદ હરમનપ્રીતે આગેવાની લીધી અને ચોથી વિકેટ માટે હરલીન સાથે 113 રનની જંગી ભાગીદારી કરી. હરલીને 72 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવતા તેની પ્રથમ વનડે ફિફ્ટી ફટકારી હતી.

હરલીન પેવેલિયન પરત ફર્યા બાદ હરમનપ્રીતે ઈનિંગની ગતિ બદલી અને પોતાની પાંચમી ODI સદી પૂરી કરી. હરમનપ્રીતે 111 બોલમાં 143 રનની અણનમ ઈનિંગમાં 18 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી લોરેન બેલ, કેટ ક્રોસ, ફ્રેયા કેમ્પ, ચાર્લોટ ડીન અને સોફી એક્લેસ્ટને એક-એક વિકેટ લીધી હતી. કેમ્પ (10 ઓવર, 82 રન) અને બેલ (10 ઓવર, 79 રન) ઈંગ્લેન્ડ માટે મોંઘા સાબિત થયા.

આ પણ વાંચો : IND vs AUS : શુક્રવારે બીજી T20, નાગપુરમાં છ વર્ષથી એકેય મેચ નથી હાર્યું ભારત

Back to top button