ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનનો અંત, જાણો-શું કહ્યું સરકારે ?

Text To Speech

ST કર્મચારી, માજી સૈનિકો , વન રક્ષક કર્મીઓ બાદ બાદ વધુ એક આંદોલન ગુજરાત સરકારે ગહન ચર્ચા બાદ શાંત પાડ્યું છે. આશા વર્કર બહેનોની માંગણીનો સરકારે સ્વિકાર કરતાં આંદોલન સમેટાઈ ગયું છે. આશાવર્કર બહેનોના પ્રતિનિધિઓ સાથે સરકારના આગેવાનોની બેઠક બાદ આંદોલનનો અંત આવ્યો છે. આ મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે-50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓ છે. તેઓ સારું કામ કરી રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનોની માંગણીઓ મુદ્દે એક કલાક સુધી ચર્ચાઓ થઈ. ચર્ચા કર્યા બાદ આશા વર્કર બહેનોની મોટાભાગની માંગણીઓને સ્વીકારવાનો સરકારે નિર્ણય કર્યો છે.

protest in gujarat
protest in gujarat

 

આશાવર્કર બહેનોના આંદોલનનો અંત

  • 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓ છે-જીતુ વાઘાણી
  • આશાવર્કર બહેનો સારું કામ કરી રહી છે-જીતુ વાઘાણી
  • ઋષિકેશ પટેલે 1 કલાક સુધી ચર્ચાઓ કરી-જીતુ વાઘાણી
  • જે માંગ હતી એ ચર્ચા કરી અમે માંગ પૂર્ણ કરી- જીતુ વાઘાણી

વનરક્ષક, ST કર્મી અને માજી સૈનિકોનું આંદોલન સમેટાયું

મહત્વનું છે કે ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત આવ્યો છે.વન રક્ષક અને વનપાલની કામગીરીને ધ્યાને લેવામાં આવી છે. રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ ચૂકવાશે. વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ હવે મળશે. કેટલાક નિર્ણયોથી પ્રજાને નુકશાન ન થાય તેની જવાબદારી સરકારની છે તેવુ જણાવતા રાજ્ય સરકારની અપીલને ધ્યાને વનકર્મીઓએ આંદોલન સમેટ્યુ છે. સાતમા પગાર પંચ, સહિત 12-13 જેટલી માંગણીઓ સરકારે સ્વિકારી છે. અગાઉ ન મળતા હોય તેવા લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે. જીતુ વાઘાણીએ કહ્યું કે-ગુજરાતની જનતા રાજકીય હાથા બને એમ નથી.

ST નિગમના કર્મીઓની 14માંથી 11 માંગ સ્વિકારી

મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.

Back to top button