ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

નવસારીના જિલ્લા પુરવઠા અધિકારીને રૂ.1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા

Text To Speech

નવસારી ખાતે એસીબીએ સફળ ટ્રેપ કરી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીને તેઓએ રૂ.1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. કલાસ 1 અધિકારીએ ઓઈલ ડીઝલના વેપારીએ મંગાવેલા LDOના જથ્થાનું વાહન જવા દેવા પેટે આ રકમ માંગી હતી.

ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં છટકું ગોઠવાયું

આ અંગે મળતી માહિતી મુજબ, નવસારીના એક વેપારી કે જેઓ એલ.ડી.ઓ. (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે તેમણે ગત 8 ના રોજ LDO નો જથ્થો મંગાવેલો હતો. જેની આઇસર ગાડી જિલ્લા પુરવઠા અધિકારી વિશાલ રાજકુમાર યાદવે રોકી લાઈસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કરેલ હતા. જે કાગળો ચેક કર્યા બાદ અધિકારીએ વેપારીની આઇસર ગાડીને જવા દીધેલ હતી. ત્યારબાદ અધિકારીએ વેપારી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, વેપારીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ ગણદેવી રોડ પર આવેલ ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીએટરના પાર્કીંગમાં લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા ૧,૦૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ છે. આ સફળ કામગીરી સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરતના માર્ગદર્શન હેઠળ ટ્રેપીંગ અધિકારી એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, તાપી એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

Back to top button