ભાજપ મારો સૌથી મોટો દુશ્મન, જો મેં સોદો કર્યો હોત તો હું જેલમાં ન જાત : લાલુ પ્રસાદ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે બુધવારે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હું મારી વિચારધારા પર અડગ છું, ઘણી પાર્ટીઓ ભાજપ સાથે સમજૂતીમાં ઉતરી આવી છે, પરંતુ હું ન તો ઝુક્યો છું અને ન ઝુકીશ. ભાજપ અમારો સૌથી મોટો દુશ્મન છે, જો હું નમ્યો હોત તો આટલા દિવસ જેલમાં ન જાત.
લાલુ યાદવ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે
આરજેડી રાજ્ય પરિષદની બેઠકમાં આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે હું ટૂંક સમયમાં જ નીતિશ કુમાર સાથે દિલ્હી જઈશ અને સોનિયા ગાંધીને મળીશ. હું સોનિયા ગાંધીની મુલાકાત બાદ રાહુલને પણ મળીશ. અમે 2024માં ભાજપ સરકારને હટાવીશું.
શું કહ્યું બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ?
આ દરમિયાન બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે કહ્યું કે અમારું લક્ષ્ય 2024માં 40 સીટવાળા મહાગઠબંધનને જીતવાનું છે. આપણે સૌથી પછાત સમાજ, દલિતો, છેવાડાના લોકો અને ગરીબોને જોડવાના છે.