ડીસાના ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીઓમાં ગ્રાહકો દૂધ ભરાવવા ફરક્યા નહીં !
પાલનપુર: ડીસા તાલુકામાં નાની મોટી 200 થી વધુ દૂધ મંડળીઓ આવેલી છે. જેમાં બુધવારે ગૌમાતાના સમર્થનમાં બંધ દરમ્યાન માલધારી સમાજ ઉપરાંત અન્ય સમાજ એ પણ દૂધ ન ભરાવી સરકાર સામે વિરોધ નોંધાયો હતો. જેથી દૂધ ડેરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
તાલુકામાં નાની મોટી 200 થી વધુ મંડળીઓમાં દૂધની આવકમાં ઘટાડો
બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પણ બનાસ ડેરી સંચાલિત દૂધ મંડળીઓ થકી દૂધ એકત્ર કરીને બનાસ ડેરીમાં મોકલવામાં આવે છે. ડીસા તાલુકાની 200 જેટલી નાની-મોટી દૂધ મંડળીઓમાં સરેરાશ 1000 થી લઈ 5000 લીટર સુધીની દરેક મંડળીમાંથી એકત્ર થાય છે. ત્યારે બુધવારે ગૌમાતાના સમર્થનમાં એક દિવસ દૂધ નહીં ભરાવાના નિર્ણયમાં ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં દૂધ ગ્રાહકોએ દૂધ મંડળીઓમાં દૂધ નહિ ભરાવી વિરોધ નોંધાયો હતો. જોકે માલધારી સમાજની સાથે ઠાકોર પટેલ સહિતના સમાજને પણ એક દિવસના બંધમાં સમર્થન આપી પોતાનું જેટલું પણ દૂધ થાય તે દૂધ ન ભરાવીને કુતરા અથવા જરૂરિયાતમંદ પરિવાર અને વિતરણ કરી દીધું હતું.
આ પણ વાંચો: વિદેશમાં નોકરી કરવાની ઘેલછા પડી ગઈ ભારે, 300 ભારતીય નાગરિકો ફસાયા…15-15 કલાક કરવું પડે છે આવું કામ.
આ અંગે ડીસાની એક દૂધ મંડળીના મંત્રીએ નામના આપવાની શક્તિ જણાવ્યું હતું કે મારી મંડળીમાં સરેરાશ બે થી ત્રણ હજાર લીટર દૂધની દૈનિક આવક નોંધાય છે પરંતુ બુધવારે અપાયેલા બંધના સમર્થમાં તમામ પશુપાલકોએ દૂધ ન ભરાવ્યું હતું. જેથી 2000 ની જગ્યાએ મારી મંડળીમાં એક પણ લીટર દૂધની આવક નોંધાઈ નથી. અને ડીસા તાલુકામાં સરેરાશ 50 થી 80 હજાર લીટર દૂધની ઘટ નોંધાઈ હોઈ શકે.