ગાયો લમ્પી મુક્ત બને તે માટે માળવાપરાના 200 યુવાનોની પદયાત્રા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં 800થી વધુ પશુઓના લમ્પી વાયરસના કારણે મોત થયા છે. ત્યારે હજુ પણ આ વાયરસના સંક્રમણમાં પશુઓ સપડાઈ રહ્યા છે. ત્યારે ગાયોની લમ્પી વાયરસથી મુક્તિ થાય તે માટે પાલનપુર તાલુકાના માળવા પરા ના 200 જેટલા યુવાનોએ 250 કિલો આયુર્વેદિક લાડુ તૈયાર કર્યા હતા. અને પારપડા ગામમાં આવેલા શીતળા માતાજીની માનતા માનીને આજે (બુધવારે) સત્તર કિલોમીટરની પદયાત્રા યોજી હતી.
આ ગામના ઠાકોર જ્ઞાતિના યુવાનોએ 10 ખૂમચા ભરીને લાડુ પદયાત્રા દરમિયાન સાથે લઈ લીધા હતા. પદયાત્રામાં માર્ગમાં જે પણ પશુ મળે તેને આયુર્વેદિક લાડુ ખવડાવ્યા હતા. એક ખેતરમાં ગાયોનો મોટો પડાવ હતો. જ્યાં ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા હતા. જેથી લમ્પી વાયરસથી ગાયોને રક્ષણ મળી રહે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ-સભ્યોને, ૧૪મી વિધાનસભાના 11માં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ અપાઈ
અઢીસો કિલો આયુર્વેદિક લાડુ વિતરણ કરતા પારપડા મંદિરે પહોંચ્યા
માળવાપરાના યુવાનોએ સવારે હાથમાં માતાજીની ધજા અને આયુર્વેદિક લાડુ સાથે 17 કિલોમીટરની પદયાત્રા કરીને શીતળા માતાજીની માનતા પૂરી કરી હતી. અને પશુઓ લમ્પી વાયરસમાંથી ઝડપથી મુક્ત બને તે માટે યુવાનોએ શીતળા માતાજીને પ્રાર્થના કરી હતી.