સ્પોર્ટસ

પાંચ વર્ષની ઉંમરથી તૈયારી કરતી યુુવતી નેશનલ ગેમ્સ જીતવા આતુર

Text To Speech

ગુજરાતમાં આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં તા.૨૦મી સપ્ટે.થી ટેબલ ટેનિસ સ્પર્ધાથી નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો છે, પ.બંગાળની આ યુવતી જેમાં કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી અહિકા મુખર્જી ગોલ્ડ જીતવા આશાવાદી છે. જે હવે નેશનલ ગેમ્સમાં ભાગ લઈને જીતવા આતુર છે

પાંચ વર્ષની ઉંમરથી જ ટેબલ ટેનિસ રમવાની પ્રેરીત થઈ

ખરેખરમાં પ.બંગાળની યુવતીઓને ડાન્સિંગ, સિંગીગ જેવા કલાક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વધુ પસંદ કરતી હોય છે, પરંતુ અહિકા મુખર્જીના માતા-પિતાનું સપનુ હતું કે, તે અન્ય કરતા કંઇક અલગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવે. જેથી તેના માતા પિતાએ તેને પાંચ વર્ષની ઉંમરથી જ ટેબલ ટેનિસ રમવાની પ્રેરીત કરી હતી. જે બાદ સતત પ્રેક્ટિસ અને સખત મહેનતથી ધીરે-ધીરે સફળતા મળતી ગઈ અને આજે ગુજરાતમમાં યોજાનાર નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી છે.

આહિકા
કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયન રહી ચુકી છે

નેશનલ ગેમ્સમાં ભાગ લઈને વિજેતા બનવાનું સપનુ

અહિકાએ સ્પર્ધા અગાઉ જણાવ્યું કે,”ગુજરાતની નેશનલ ગેમ્સ એ મારી કારકિર્દીની પ્રથમ નેશનલ ગેમ્સ છે. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ૨૧મી આવૃત્તિની મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પ્રથમ ભારતીય મહિલા બની હતી, ત્યારે હવે આ નેશનલ ગેમ્સમાં ભાગ લઈને વિજેતા બની ઈતિહાસ રચવા આતુર છું”.

સુરતમાં આવવા આતુર બની હતી.

અહિકા નાનપણથી જ માતા-પિતા અને પરિવારજનો પાસેથી તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી સુરત શહેર વિશે ઘણું જાણતી હતી. ત્યારથી સુરતમાં આવવા આતુર બની હતી. અને નેશનલ ગેમ્સના કારણે તેનું સુરત આવવાનું સપનું પણ સાકાર થયુ છે. ત્યારે સુરતવાસીઓના ઉષ્માભર્યા સ્વાગતથી તેને આતિથ્યભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયોનુ જણાવ્યુ હતુ.

ભવિષ્યમાં દેશ માટે રમવું તેનું સપનું છે

 મોકો મળેતો દેશ માટે પણ રમવાનું સપનું

તેણી એ કહ્યુ કે નેશનલ ગેમ્સમાં રમવું એ કોઈપણ ખેલાડી માટે ગૌરવપ્રદ ક્ષણ હોય છે. અલગ અલગ પ્રદેશ, અલગ-અલગ રહેણી-કરણી, સંસ્કૃતિના લોકોને મળવાનો મોકો મળ્યો છે. અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાવાન ખેલાડીઓ સાથે હરિફાઈ કરવાનો મોકો મળશે. જે તેના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં ઉપયોગી બનશે , તેમજ તેણી નેશનલ ગેમ્સ સહિત આગામી સમયમાં યોજાનાર મેજર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહી હોવાનું જણાવ્યુ છે. તેમજ આવનારા સમયમાં આહિકા દેશ માટે પણ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રમવાનો મોકો મળશે તો તેમાં વિજેતા બની દેશનું ગૌરવ વધારવાનું હંમેશા ધ્યેય રાખ્યું છે એમ અહિકાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: શું ડાયાબિટીસના કારણે યાદશક્તિ નબળી પડે છે?!

Back to top button