સરકાર સામે વનવિભાગના કર્મચારીઓનો વિરોધ યથાવત
એક તરફ વિધાનસભાનું સત્ર ચાલું થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ વિવિધ વિરોધ આંદોલનો પણ સરકાર સામે ઉગ્ર રીતે ચાલી રહ્યા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા છે. શિક્ષકો, વિસીએ અને GISFના લોકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે પહોંચ્યા વિરોધ કરી રહ્યા છે.
ગાંધીનગરમાં વન રક્ષકોનું આંદોલન યથાવત
મોટી સંખ્યામાં વન રક્ષકોનો દેખાવ વચ્ચે પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના સામે આવી#WeWantOPS #forest #forestguard #Police #Gandhinagar #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/FSGYG0Xmsd— Hum Dekhenge News (@humdekhengenews) September 21, 2022
ગાંધીનગરમાં અહીં વનરક્ષકો/વનપાલો મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંથી સરકારી કર્મચારીઓએ વિધાનસભા કૂચ તરફ શરૂ કરી છે. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ અને વનરક્ષકો વચ્ચે ઘર્ષણની પણ ઘટના સામે આવી રહી છે.
આ પણ વાંચો : ST બાદ માજી સૈનિકોના આંદોલનનો પણ અંત, સરકારે 14 મુદ્દાઓ પર કમિટી બનાવવાની જાહેરાત કરી
આ તરફ ગુજરાતમાં ST પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર કમિટીના ગઠન સાથે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. આંદોલનના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે.