ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ-સુરતમાં માલધારીઓનો અનોખો વિરોધ, હજારો લીટર દૂધ તાપીમાં પધરાવી દીધું; તો રાજકોટમાં દૂધ રસ્તા પર ઢોળી દીધું

Text To Speech

ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજ દ્વારા આજે દૂધની સપ્લાઈ રોકી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ-સુરતમાં માલધારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. સુરતમાં તાપી નદીમાં દૂધ ઢાલવી, તાપીનો દૂધાભિષેક કરવામાં આવ્યો તો રાજકોટમાં કેટલાંક સ્થળે અનેક કેન રસ્તા પર ઠાલવી વિરોધ દાખવવામાં આવ્યો હતો.

સુરતમાં માલધારીઓએ દૂધ તાપીમાં ઠાલવ્યું
આજના દૂધ બંધના એલાનમાં સુરતના માલધારીઓએ વ્હેલી સવારે હજારો લીટર દૂધ તાપી નદીમાં પધરાવી દીધું હતું. ડભોલી જહાંગીરપુરા બ્રિજ પર તાપી નદીના પાણીમાં હજારો લીટર દૂધ ભરેલા કેન ઠાલવીને દૂધનો અભિષેક કર્યો હતો. ડભોલી બ્રિજ ઉપર કેનની લાઈન લગાડી દીધી હતી. એક બાદ એક માલધારી સમાજના લોકો પોતાની ગાડી લઈને આવી દૂધ કેન ખાલી કરતા દેખાયા હતા.

આ ઉપરાંત શહેરના પાલનપુર પાટીયા વિસ્તારના માલધારીઓએ તાપી મૈયામાં દૂધ પધરાવી દૂધનો અભિષેક કર્યો. માલધારી સમાજ દ્વારા લોકો સુધી દૂધ ન પહોંચે તે માટે ગઈકાલથી તૈયારી કરી લીધી હતી. સુમુલના ટેમ્લાઓને રોકીને પરત મોકલી દીધા હતા. જેના પગલે આજે સવારે સુરત શહેરના મોટાભાગના દૂધ પાર્લરોમાં દૂધનો પુરવઠો ગ્રાહકોને મળ્યો ન હતો.

રાજકોટમાં રસ્તા પર દૂધ ઢોળ્યું

માલધારી સમાજ પોતાની માંગને લઈને મક્કમ દેખાઈ રહ્યું છે. આજે રાજકોટમાં પણ માલધારી સમાજનો ઉગ્ર રોષ જોવા મળ્યો. રાજકોટના સોખડા ચોકડી નજીક ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજનો વિરોધ વ્યક્ત કર્યો હતો. માલધારી સમાજના લોકોએ દૂધનું વેચાણ કરતા લોકોનું દૂધ રસ્તા પર ઢોળી વિરોધ દાખવ્યો હતો.

Back to top button