ગુજરાત સહિત દેશભરમાં આ ચોમાસું સારૂ રહ્યું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરાઈ હતી પણ દેશનાં અનેક રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદ થયો હતો. ખાસ કરીને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડયો હતો જેને કારણે મોટાભાગનાં વિસ્તારોમાં વાવેતર હેઠળનો વિસ્તાર વધ્યો હતો. તમામ વિસ્તારમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે. ત્યારે હવે ચોમાસાને વિદાય લેવાનો સમય આવી ગયો છે. મળતી માહિતી મુજબ આગામી બે કે ત્રણ દિવસમાં ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાંથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે અને તેની 4 મહિનાની સફર પૂરી કરશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
તો ગુજરાતને પણ હવે ચોમાસું બાય બાય કહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી.
જો કે તેમ છતાં 21-22મીએ છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં વરસાદનો છેલ્લો તબક્કો શરૂ થઈ શકે છે. 21મી સુધી ઓડિશા, નોર્થ આંધ્ર તેમજ બંગાળનાં ગંગા તટનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.ખાસ કરીને સૂકા હવામાનની હવે શરૂઆત થઈ છે જે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં આગામી પાંચ દિવસમાં ચોમાસાની વિદાયની આલબેલ પોકારે છે.
થોડાં વર્ષો પહેલાં ચોમાસું સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી વિદાય લેતું હતું પણ આ વખતે તે 17મી સપ્ટેમ્બરથી પૂરું થશે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદની લોન્ગ પિરિયડ એવરેજ 167.9 મિ.મી રહેશે તેવી ધારણા હવામાન ખાતાએ રજૂ કરી હતી.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં 185ની સ્ટ્રાઇક રેટ ટકાવારીથી અધધ 845 મીમી વરસાદ થયો.
આ પણ વાંચો : કોંગ્રેસ અંબાજી માતાના દર્શન કરી ઉત્તર ગુજરાતથી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ