ગુજરાતટોપ ન્યૂઝ

ST બાદ માજી સૈનિકોના આંદોલનનો પણ અંત, સરકારે 14 મુદ્દાઓ પર કમિટી બનાવવાની જાહેરાત કરી

Text To Speech

ગુજરાતમાં ST પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર કમિટીના ગઠન સાથે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. આંદોલનના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે.

વાંચોઃગુજરાતમાં એસટી વિભાગના આંદોલનનો આવ્યો સુખદ અંત, સરકાર સાથેની બેઠક બાદ આંદોલન સમેટાયું

પાંચ અધિકારીઓની કમિટી બનાવવાની જાહેરાત
ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી લઈને છેલ્લાં કેટલાંક સમયથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં હતા. જો કે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં જ સરકાર તરફથી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવતા, માજી સૈનિકોનું આંદોલન સમેટાયું છે. રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઈને છેલ્લાં ઘણાં સમયથી માજી સૈનિકો આંદોલન કરી રહ્યાં હતા. ત્યારે સરકારે આજે પાંચ અધિકારીઓની કમિટી બનાવવાની, તેમજ તેમની 14 માગણીઓ પર ચર્ચા કરવાની બાંહેધરી આપી છે. મહત્વનું છે કે આ કમિટીમાં ત્રણ અધિક મુખ્ય સચિવ રહેશે.

Former Solider
માજી સૈનિકના 14 મુદ્દાઓ પર કમિટી બનાવવામાં આવી છે. સમય મર્યાદામાં કમિટી રિપોર્ટ ફાઇલ કરશે. પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

12 કલાકમાં બે આંદોલનનો અંત
ગુજરાતમાં 12 કલાકમાં બે આંદોલનનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. આંદોલનોના કોઠા વિંધવામાં વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા બે સફળતા મળી છે. માજી સૈનિકના 14 મુદ્દાઓ પર કમિટી બનાવવામાં આવી છે. સમય મર્યાદામાં કમિટી રિપોર્ટ ફાઇલ કરશે. પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. જેમાં મહેસૂલ, સામાન્ય વહિવટ, નાણા અને ગૃહ વિભાગના સચિવોનો સમાવેશ થાય છે.

માજી સૈનિકોની આ છે 14 માગણીઓ

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
Back to top button