ગુજરાતટોપ ન્યૂઝ

AAP દ્વારા ગુજરાતમાં આજથી છ દિવસ માટે પરિવર્તન યાત્રાનો આરંભ, દિલ્હીના ડેપ્યુટી CM સિસોદિયા અમદાવાદ પહોંચ્યા

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે, ત્યારે દરેક રાજકીય પક્ષનો ઉત્સાહ વધ્યો છે. મતદાતોને લુભાવવા માટે વિવિધ રાજકીય પક્ષો લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજથી ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ યાત્રાનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત આજે સવારે મનીષ સિસોદિયા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. સાબરમતી આશ્રમથી તેઓ આ યાત્રાની શરૂઆત કરાવશે. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે.

કેજરીવાલના કામને જોઈ ભાજપ ડરી ગયું છેઃ સિસોદિયા
મનીષ સિસોદિયાએ ગુજરાત પહોંચતાની સાથે જ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો હવે આમઆદમી પાર્ટી પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ મૂકી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના કામને જોઈ રહ્યા છે જેનાથી ભાજપ ડરી ગયું છે. 27 વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ કામ નથી કર્યું માત્ર વાયદા જ કર્યા છે. લોકોને આશા છે સારી સ્કૂલ, હોસ્પિટલ, રોજગાર વગેરે મળે. જેથી આજથી ગુજરાતમાં પરિવર્તન માટે યાત્રા નીકળશે. વિવિધ વિસ્તારમાં યાત્રા કાઢવામાં આવશે.

ભાજપે લોકોને જોઈએ એવા કામ નથી કર્યાઃ સિસોદિયા
ભાજપે 27 વર્ષના શાસનમાં કોઈ કામ નથી કર્યું. જે લોકોને જોઈએ છીએ એવા કામ નથી કર્યા,સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જોઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે. જ્યારે પ્રજા હવે અરવિંદ કેજરીવાલના દિલ્લી અને પંજાબના કામો જોઈ વિશ્વાસ મૂકી રહી છે. ત્યારે ભાજપનું દુઃખી થવું અને ડરવું સ્વાભાવિક છે. આજે ગુજરાત આવ્યો છું અને સમય સમય પર લોકોને મળીશું

Back to top button