ગુજરાતટોપ ન્યૂઝ

આજથી બે દિવસ માટે વિધાનસભાનું સત્ર મળશે, ડ્રગ્સ-લઠ્ઠાકાંડ સહિતના મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં

Text To Speech
  • સત્રના પ્રથમ દિવસ ઢોર નિયંત્રણ બાબતના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહમાં મુકવામા આવશે.
  • ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક ગૃહમાં રજૂ થશે.
  • લઠ્ઠાકાંડ અને દારુના ખુલ્લેઆમ વેચાણ, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સહિતના મુદે વિપક્ષ સરકારને ઘેરશે.

ગુજરાતમાં એક તરફ આંદોલનનો પવન ફુંકાયો છે. અનેક સમાજ-સંગઠનો દ્વારા પોતાની માગને લઈને સરકારનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે આજથી બે દિવસ માટે વર્તમાન સરકારનું છેલ્લું વિધાનસભા સત્ર મળશે. સત્રની શરૂઆત થશે. બપોરે 12 વાગે સત્રની પ્રથમ બેઠક મળશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત થશે. ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામાં વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે ચર્ચા કરશે.. ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગરમાં ખેતીમાં થયેલા નુકશાન બાબતે ચર્ચા કરશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા એક કલાક ચાલશે. વિપક્ષ ટૂંકી મુદ્દતના પ્રશ્નોની ચર્ચા દરમિયાન આક્રમક રૂખ અપનાવી શકે છે.

ડ્રગ્સ, લઠ્ઠાકાંડ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે
વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે તેની જે નિષ્ફળતાઓ છે તેને છુપાવવા માટે વિધાનસભાનું ટુંકુ સત્ર બોલાવીને પ્રજાના પ્રશ્નો ચર્ચાય નહી તેવો કારસો કર્યો છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આ મુદે સરકારને ભીંસમાં મુકશે અને રાજયને ડ્રગનું પાટનગર બનાવી દેવાથી લઈને લઠ્ઠાકાંડ અને દારુના ખુલ્લેઆમ વેચાણ, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સહિતના મુદે સરકારને ઘેરશે.

Gujarat Assembly
વિપક્ષ લઠ્ઠાકાંડ અને દારુના ખુલ્લેઆમ વેચાણ, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ સહિતના મુદે સરકારને ઘેરશે.

ઢોર નિયંત્રણ બિલને લઈને સરકારની પાછીપાની
ઢોર નિયંત્રણ બિલને લઈને વિપક્ષ હોબાળો કરે તેવી પણ શક્યતા છે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બાબતના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહમાં મુકવામા આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા લાવશે. આ ઉપરાંત ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક ગૃહમાં રજૂ થશે.

પાટનગર બન્યું છે હાલ આંદોલનની છાવણી
વિધાનસભાની ચૂંટણી પહેલા જુદા જુદા કર્મચારી સંગઠનો પડતર માગણીઓ પૂરી કરાવવા સરકાર સામે મેદાને પડ્યા છે. ગાંધીનગર આંદોલનની છાવણીમાં ફેરવાઈ ગયું છે.ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કર્મચારીઓમાં આંદોલનની સીઝન જામી છે…એક બાદ એક સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડી રહ્યા છે.મહેસૂલ કર્મીઓ, વનરક્ષકો, વીસીઈ, શિક્ષકો અને માજી સૈનિકો સહિતના વર્તમાન અને પૂર્વ કર્મીઓએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે…આંદોલનનો રેલો સચિવાલય સુધી પહોંચી જતાં હવે સૌની નજરો સરકાર તરફ મંડાઈ છે.

બે દિવસનું ટૂંકુ સત્ર
આ ઉપરાંત વિધાનસભાના પૂર્વ સભ્યોના નિધનને લઈ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. પૂર્વ સભ્યોના નિધન પર શ્રદ્ધાંજલિ આપવામા આવશે. વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. અનુમતિ મળેલા વિધાયકો મેજ પર મુકવામા આવશે. પ્રથમ દિવસની બેઠકમાં ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે. ત્યારબાદ ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે.

Back to top button