ટોપ ન્યૂઝસ્પોર્ટસ

India vs Australia : ભારતની પ્રથમ ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે હાર, મેથ્યુ વેડની ધુંવાધાર બેટિંગ

Text To Speech

India vs Australia : ભારતનો ઓસ્ટ્રેલિયા સામે કરારી હાર થઇ છે. પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ દમદાર પ્રદર્શન કરતા ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આપેલા 209 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ધમાકેદાર બેટિંગ કરી હતી.  ઓપનિંગમાં આવેલા કેમરુન ગ્રીને તોફાની બેટિંગ તેમજ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ 13 બોલમાં 22 રન, કેમરુન ગ્રીન 30 બોલમાં 61 રન કરીને અક્ષરની બોલિંગમાં આઉટ થયો હતો. તેમજ મેથ્યુ વેડે 21 બોલમાં 45 રન બનાવ્યા હતા.

ભારતે આપ્યો હતો 209 રનનો ટાર્ગેટ

ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલે 35 બોલમાં 55 રન કર્યા હતા. આ સાથે જે તેણે T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરી દીધા હતા.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

Back to top button