રાજકોટ-ગોંડલમાં જૂથવાદનો આવશે અંત! સાંસદ રમેશ ધડુકે આપ્યા સંકેત
રાજકોટ-ગોંડલમાં ચાલતો જૂથવાદ ચૂંટણી સુધીમાં પૂરો થઈ જશે. રાજકોટ-ગોંડલના જૂથવાદને લઈ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મોટું નિવેદન આપ્યું છે. ગોંડલ વિધાનસભા બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારને જ ટિકિટ મળશે. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેની લડાઈમાં રમેશ ધડુકે આ મહત્વનું નિવેદન આપ્યું છે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પોરબંદર સાંસદ રમેશ ધડુકનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં મીડિયા સાથે વાત કરતાં ગોંડલના ચાલુ ધારાસભ્ય તરીકે ગીતા બા જાડેજા જ રિપીટ થાય તેવા પ્રયાસ કરશે તેવું જણાવ્યુ હતું. અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે ચાલતા વિવાદ અંગે જ્યારે પુછવામાં આવ્યું ત્યારે સાંસદે જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે આવા વિવાદો-આક્ષેપો સામાન્ય રીતે બનતા જ હોય છે. પરંતુ આ બધી બાબતોનો પણ કોઈ સુખદ અંત આવી જશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે.
આગામી વિધાન સભાની ચૂંટણીને આમ જોવા જઈએ તો હવે માત્ર ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની અત્યંત મહત્વની ગણાતી બેઠક ગોંડલ પર દરેક ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાહો જોવા મળતો હોય છે જ્યારે એવો જ ગરમાહો હાલ ગોંડલ વિધાનસભાનીબ બેઠકના ઉમેદવારને લઈને જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ નરેશ પટેલની અધ્યક્ષતામાં યુદ્ધ એ જ કલ્યાણ ગ્રૂપના નેજા હેઠળ એક સેવા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો . જે કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની બાદબાકી કરવામાં આવી હતી.
જેને લઈને આગામી ઉમેદવારને ઘણા તર્ક વિતર્ક લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકનું નિવેદન ઘણું મહત્વનુ માનવામાં આવે છે.