ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : સાધુ-સંતોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જ નહીં ગુજરાતની પાંજરાપોળો અને ગૌશાળાના સંચાલકો હવે આકરા પાણીએ થયા છે. મંગળવારે રાજ્યભરના સંચાલકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે. સાધુ- સંતોએ ગાંધીનગરમાં ધરણા શરૂ થઈ ગયા છે. રૂપિયા 500 કરોડની સહાય મામલે આ ધરણા શરૂ થયા છે. ધરણાં અંગે રાજ્ય સરકારે કોઈ પણ નોંધ ન લેતા સાધુ- સંતો અને ગૌભક્તોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે.

જેને લઈને સંતો દ્વારા આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળના દરવાજા ખુલ્લા મૂકી દેવાશે અને તમામ ગાયોને છોડી મૂકવામાં આવશે. જ્યારે આગામી મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ગૌ ભકતો માં રોષની લાગણી જોવા મળી રહી છે. હવે દિવસે ને દિવસે ગૌ સેવકો આક્રમક બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Back to top button