ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાત બંધનું એલાન : ગુજરાત બંધમાં આસેડા ગામના લોકોને જોડાવા કરાઇ અપીલ

Text To Speech

પાલનપુર : ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ ગૌમાતાના સમર્થનમાં તારીખ 21 સપ્ટે. બુધવારના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જેમાં જોડાવા અને સમર્થન આપવા માટે ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મોદી જગદીશચંદ્ર શંકરલાલે આ બંધમાં એલાનમાં જોડાવા અને સ્વૈચ્છિક બંધ પાળવા એસોસિએશનના સભ્યોને અનુરોધ કર્યો છે. એ જ રીતે આસેડા ગ્રામ પંચાયતના સરપંચે પણ ગ્રામજનોને અપીલ કરી છે.

બનાસકાંઠા-humdekhengenews

જેમાં ગૌશાળા અને પાંજરાપોળો માટે સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાયની માગણી કરવામાં આવી છે. તેમ જ લમ્પી વાયરસના રોગથી પીડિત તેમજ મૃત્યુ પામતી ગાયો માટે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી ગ્રામજનો એક દિવસના બંધમાં જોડાય એવી અપીલ કરવામાં આવી છે. આમ બંધના સમર્થનમાં વિવિધ એસોસિએશન અને ગ્રામ પંચાયતના સરપંચો આગળ આવી રહ્યા છે.

Back to top button