ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત

Text To Speech

પાલનપુર : ડીસામાં ભોપાનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મોટા ભાઈના બારમાના દિવસે જ 6 મહિના પૂર્વે લગ્ન થયેલા નાના ભાઈનું પણ મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.ડીસાના ભોપાનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક યુવકનું મોત થયું હોવાની ઘટના બની છે.

ભોપાનગર વિસ્તારમાં મસરૂભાઈ ભગાભાઈ માજીરાણા તેમના મોટા ભાઈ પીરાભાઈ માજીરાણાના બારમાનો પ્રસંગ પતાવીને સાંજે ઘરે ભજન સત્સંગ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે અચાનક ઘરના લોખંડના દરવાજે અડતા વીજ કરંટ લાગ્યો હતો.

વીજ કરંટ--humdekhengenews

કરંટ લાગતા જ તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. અને બેભાન અવસ્થામાં મશરૂભાઈને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને બચાવવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે મશરૂભાઈના લગ્ન 6 મહિના પૂર્વે જ થયા હતા, અને મોટાભાઈના બારમાના દિવસે જ નાનાભાઈનું પણ મોત થતા પરિવારમાં માતમ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Back to top button