ગુજરાતચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા અલગ-અલગ પક્ષો દ્વારા અનેક વાયદાઓ કરી રહ્યા છે. એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતનો ગઢ જીતવા દરેક રાજકીય પાર્ટીઓ મથામણ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાને રીઝવવા માટે અનેક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ અને NCP વચ્ચે થઇ શકે છે ગઠબંધન

જેમ-જેમ ચુંટણી નજીક આવતી જાય છે.તેમ-તેમ રાજકીય હાલચલ વધી રહી છે. ત્યારે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઇ શકે છે.તેવા સમાચાર મળી રહ્યા છે.સુત્રો મુંજબ, NCPએ કોંગ્રેસ પાસે 10 બેઠકોની માંગ કરી છે. અને ગઠબંધન કરવા કોંગ્રેસે કેટલીક શરતો NCP સમક્ષ મૂકી છે.

Congress and NCP
કાંધલ જાડેજા મામલે સ્ટેન્ડ ક્લીઅર કરવા કોંગ્રેસે એનસીપીને જણાવ્યું

સુત્રોના જણાવ્યા મુંજબ, હાલ કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીત ચાલી રહી છે. કાંધલ જાડેજા મામલે સ્ટેન્ડ ક્લીઅર કરવા કોંગ્રેસે એનસીપીને જણાવ્યું છે. જયારે ગત રાજ્યસભા ચૂંટણીમાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

ટૂંક સમયમાં જાહેરાત કરી શકે જાહેરાત

કોંગ્રેસ અને NCP ગઠબંધન લઈને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. બંને પક્ષ વચ્ચે બધુ જ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં આ જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : LRD જવાનો પણ ગાંધીનગરમાં : લેખિતમાં જવાબ ન મળશે તો કરાવશે ‘મુંડન’

Back to top button