સાયન્સ એન્ડ ટેકનોલોજી
જાણો, ફેસબૂકના શોર્ટકટ બાર અને તેનો ઉપયોગ….
ફેસબૂકમાં ઘણી સર્વિસ છે પરંતુ બધા લોકો બધા ફિચર્સનો ઉપયોગ કરતાં નથી.દરેક પોતાની પસંદ મુજબ કેટલાક ફિચર્સનો ઉપયોગ કરતાં હોય છે.
આ ફિચર્સનો સારી રીતે ઉપયોગ કરવા માટે ફેસબૂકે શોર્ટ કટ બાર્સની સુવિધા આપી છે.મોબાઈલમાં ફેસબૂક ઓપન કરીએ ત્યારે સૌથી ઉપર અમુક આઈકન અને જો નોટિફિકેશન આવ્યા હોય તો તેની સંખ્યાનો આંકડો પણ લાલ કલરમાં જોવા મળે છે.
આ આઈકન્સ એ શોર્ટ કટ બાર છે.ત્યાં આપણે પોતાની જરૃર મુજબના શોર્ટ કટ ગોઠવી શકીએ છીએ.જોકે હોમ અને નોટિફિકેશન બારને હટાવી શકાતા નથી.પરંતુ એ સિવાયના આઈકન આપણી જરૃર મુજબ ગોઠવી શકીએ છીએ.
8 પ્રકારની સુવિધાઓ
કુલ આઠ પ્રકારની સુવિધા છે, જેના બાર ઉપર શોર્ટકટમાં આવી શકે છે.
- ફ્રેન્ડ્ઝ રિકવેસ્ટ
- ગ્રૂપ્સ
- માર્કેટ પ્લેસ
- પ્રોફાઈલ
- વોચ
- ગેમિંગ
- પેજિસ
- મોસ્ટ રિસન્ટ
શોર્ટકટ બારમાં સેટ કરવા આટલું કરો
આમાંથી કંઈ પણ શોર્ટ કટ બારમાં ગોઠવવું હોય તો,
- સૌથી પહેલા સેટિંગ્સમાં જાઓ
- ત્યાં શોર્ટ કટ બાર સર્ચ કરો
- એટલે શોર્ટ કટ બારનું સેટિંગ પેજ ખુલશે.
- ત્યાં આપણી જરૃરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે.
આ પણ વાંચો : ફેસબુકની હોમ સ્ક્રીન ટિકટોક જેવી દેખાશે, METAએ કર્યો મોટો ફેરફાર