ગુજરાત

LRD જવાનો પણ ગાંધીનગરમાં : લેખિતમાં જવાબ ન મળશે તો કરાવશે ‘મુંડન’

Text To Speech

ગાંધીનગર જાણે આંદોલનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વનરક્ષક અને વનપાલના ઉગ્ર વિરોધ વચ્ચે LRD લોક રક્ષક દળ- ગુજરાત પોલીસના મહિલા પુરુષ ઉમદવારો ગાંધીનગર સચિવાલય ગેટ સામે માજી સૈનિક સંગઠન આંદોલન કેમ્પમાં આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં આંદોલનમાં 16 દિવસથી કરી રહ્યા છે.

જેમાં હવે આજે મહિલા અને પુરુષ ઉમેદવારોએ જાહેરાત કરી છે કે સરકાર અમને લેખિતમાં જાહેરાત નહિ કરે તો અમે અહીંથી જઈશું નહિ. તેમજ આવતીકાલે 4 વાગે મુંડન કરાવવાનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમે સૌ મુંડન કરાવીશું અને વિરોધ નોંધાવીશું. નોંધનીય છેકે વર્ષ 2018માં સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી જેમાં રિઝલ્ટ 2019માં જાહેર કરવામાં આવ્યું હતું.

LRD Virodh

ભરતીમાં સરકારે વેઇટિંગ લીસ્ટ બહાર પાડ્યું હતું અને જેમાં સરકારના ગૃહ રાજયમંત્રી એ એપ્રિલ ૨૨માં ઉમેદવારોને બોલાવીને 22 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે કુલ ભરતીના 20% એટલે કે 2439 જેટલાં ઉમેદવારોને તમામને નિમણુક પત્ર આપવામાં આવશે. આ વેઇટિંગ લીસ્ટમાં પુરુષ ઉમેદવારો 1327 જેટલાં અને મહિલા ઉમેદવારો 1112 જેટલાં હતા જેમાં જૂન મહિનામાં ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજસ્થાન અને છત્તીસગઢની વાત કરી કોંગ્રેસે સરકારી કર્મચારીઓને આપ્યું નવું વચન

આ ઉમેદવારોમાં જુલાઈ-2022માં નિમણુંક પત્ર આપવામાં આવ્યા જેમાં 118 પુરુષ ઉમદવારો અને 188 મહિલા ઉમેદવારોની નિમણુંક કરવામાં આવી પરંતુ બાકી રહેલા 2233 ઉમેદવારોને નિમણુંક પત્ર ન મળતાં તેઓ આંદોલનના માર્ગે વળ્યા છે અને જ્યાં સુધી નિમણુંક પત્ર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.

ગુજરાત સરકાર સામે ચાલી રહેલા આંદોલનમાં સત્યાગ્રહ છાવણી સિવાય હવે વિધાનસભા ગેટ સામે આંદોલન કરી રહેલા માજી સૈનિક કેમ્પ પણ હવે સત્યાગ્રહ છાવણી બની ગયું છે જ્યાં હવે માજી સૈનિકો સિવાય રહેમ રાહે નોકરી વાળા આંદોલનકારીઓ, SRPF વેઇટીંગ, LRD નીમણુંક પત્ર વાળા આંદોલનકારીઓ સાથે આંદોલન પર બેસી ગયા છે.

Back to top button