ગુજરાત

રાજસ્થાન અને છત્તીસગઢની વાત કરી કોંગ્રેસે સરકારી કર્મચારીઓને આપ્યું નવું વચન

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં રહેલો જૂની પેન્શન યોજના (OPS) અંગે રાજકીય પક્ષ પોતાની રીતે નવા નવા વાયદાઓ કરી રહ્યા છે. જેમાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કહ્યુંકે, ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું

કોંગ્રસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો, ગેરેન્ટી તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે. ગુજરાતના પ્રવાસે રાહુલગાંધી આવ્યા હતા ત્યારે તેમણે 8 વચનો લોકોને આપ્યા હતા. ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો OPS ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરવામાં આવશે. ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે.ત્યારે હવે રાહુલ ગાંધીએ જૂની પેન્શન યોજના (OPS) આ મામલે ટ્વિટ કર્યું છે.

કોંગ્રેસ ગુજરાતમાં પણ જૂની પેન્શન યોજના આપશે

જે બાદ ફરી રાજ્યમાં જૂની પેન્શન યોજના મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું છે કે આ યોજના હટાવી વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા, જૂની પેન્શન યોજના કર્મચારીઓનો હક છે. અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના આપી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ જૂની પેન્શન યોજના આપીશું.

આ પણ વાંચો : નિશાના પર ગુજરાત, લાભ થશે પંજાબમાં, શું છે ‘આપ’નો નવો દાવ

Back to top button