સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો, જુઓ Video
સુરતમાં પાસ કન્વીનર અને સામાજિક આગેવાન અલ્પેશ કથીરિયા પર સામાજીક તત્વો દ્વારા હુમલાનો પ્રયાક કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં આજે સવારે વરાછા રોડ પર કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશ કથીરિયાએ બેફામ રીક્ષા ચલાવતા એક રીક્ષા ચાલકને ટપારીને કહ્યું હતું કે રીક્ષા બરાબર ચલાવો કોઈક નું એક્સિડન્ટ થઇ જશે.
આ પણ વાંચો : સુરતઃ વિકસતિ જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે શાળાઓનું ઉદાસિન વલણ, 370માંથી માત્ર 135 શાળાઓએ જ દરખાસ્ત મોકલી
અલ્પેશ કથીરિયા ની આ વાત સાંભળીને ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે રિક્ષામાંથી ડંડો કાઢીને હુમલો કરવા દોડી ગયો હતો. એટલામાં અન્ય રીક્ષા ચાલકો અને આ રીક્ષા ચાલકના સાગરીતો ભેગા થઈ ગયા હતા અને અલ્પેશ કથીરિયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી દીધો હતો. લોકોને ભેગા થઈ જતા જોઈને સામાજિક તત્વો પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ભાગી ગયા હતા.
સુરત : PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો
કાપોદ્રા વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અલ્પેશ કથીરિયા અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થઈ#Surat #Suratnews #roadrage #ACCIDENT #Attack #AutoDriver #Gujarat #gujaratinews #Humdekhengenews pic.twitter.com/Sydrw9LeCl— Hum Dekhenge News (@humdekhengenews) September 20, 2022
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજ વીજ હાથ ધરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા રીક્ષા કબજે કરી અસામાજિક તત્વો ની શોધખોળ હાથ ધરી છે અને આ ઘટનામાં કોઈને ઇજા ન થઈ હોવાની જાણકારી સામે આવી છે.