ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં રાષ્ટ્રીય મેયર સંમેલન : વડાપ્રધાન મોદીએ કહ્યું, શહેરોના વિકાસ માટે લોકોને ભાજપ પર વિશ્વાસ

Text To Speech

આજથી ગાંધીનગર ખાતે બે દિવસના રાષ્ટ્રીય મેયર સમ્મેલનની શરૂઆત થઈ છે. જેમાં ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ ગાંધીનગરમાં આ કાર્યક્રમમાં વર્ચુઅલ રીતે જોડાયા છે. આ સમ્મેલનમાં દેશભરમાં ભાજપ શાસિત શહેરી સ્થાનિક મેયર સમ્મેલનમાં સામેલ થયા છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય મેયર સમ્મેલનમાં તમામનું સ્વાગત કરતા કહ્યુ કે આઝાદીના અમૃત કાળમાં આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સમ્મેલનની મોટી ભૂમિકા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સામાન્ય નાગરિકનો સબંધ જો સરકાર નામની કોઇ વ્યવસ્થાથી આવે છે તો પંચાયતથી આવે છે, નગર પંચાયતથી આવે છે, નગરપાલિકાથી આવે છે, મહાનગરપાલિકાથી આવે છે. આ પ્રકારનો વિચાર-વિમર્શનું મહત્વ વધી જાય છે. દેશના નાગરિકોએ ઘણા લાંબા સમયથી શહેરોના વિકાસને લઇને ભાજપ પર વિશ્વાસ રાખ્યો છે, તેને નિરંતર બનાવી રાખવુ, તેને વધારવું આપણા બધાનું મુખ્ય દાયિત્વ છે.

આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે, સરદાર પટેલ અમદાવાદના મેયર રહી ચુક્યા છે. સરદાર પટેલે AMCમાં જે કામ કર્યા તેને આજે યાદ કરવામાં આવે છે.ગુજરાતમાં જનતાની સેવા કરવાનો મને મોકો મળ્યો, દેશના નાગરિકોએ શહેરોનો વિકાસ જોઇને ભાજપ પર વિશ્વાસ કર્યો. વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે વિકાસ માનવ કેન્દ્રીત હોય તો સાર્થક પરિણામ મળે છે, ભાજપના અધ્યક્ષને આ કાર્યક્રમ માટે અભિનંદન. જનતાને ઇમાનદારી દેખાય તેમ સાથ આપે છે.

આ કાર્યક્રમના ઉદ્દઘાટન દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે રાજનીતિમાં આવ્યા છીએ તો માત્ર ગાદી પર બેસવા નથી આવ્યા, સત્તામાં બેસવા નથી આવ્યા. સત્તા અમારી માટે માધ્યમ છે, લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા કોઇ રીતે અમે જનતાની સેવા કરી શકીએ છીએ, માટે અમે કામ કરીએ છીએ. દેશભરના 121 મેયર આ બે દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. પાર્ટીના ગુડ ગવર્નન્સ સેલ દ્વારા આ મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ બે દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : 10 દિવસમાં મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થશે; કેટલું છે ભાડું, કેટલા સમયમાં પહોંચી શકાશે? સ્ટેશન પર કેવી હશે સુવિધા? જાણો A TO Z બધું જ

Back to top button