ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝનો આજથી પ્રારંભ, જાણો કેવી હશે પ્લેઇંગ-11
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી (IND vs AUS) આજથી (20 સપ્ટેમ્બર)થી શરૂ થઈ રહી છે. આગામી ટી-20 વર્લ્ડ કપના પરિપ્રેક્ષ્યમાં આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા અહીં તેનું પરફેક્ટ પ્લેઈંગ-11 કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પોતાના વર્લ્ડ કપના ટાઈટલને બચાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવાનું પસંદ કરશે. બંને ટીમો વચ્ચેની મેચ આજે સાંજે 7.00 કલાકે મોહાલીમાં શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 23 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે. બંને ટીમો છેલ્લે ડિસેમ્બર 2020 માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 12 રને હરાવ્યું હતું, જોકે મેચનો ભાગ હતી તે શ્રેણી ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી.
આજે પિચ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. અહીં 2018થી અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાં 7 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. એટલે કે, ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરવું વધુ સારું રહેશે. હવામાનની વાત કરીએ તો મોહાલી વાદળછાયું રહેશે. વરસાદની પણ 25% શક્યતા છે.
કેવું રહેશે બંને ટીમોની પ્લેઈંગ-11?
- ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
- ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (સી), જોસ ઈંગ્લીસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk), ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, સીન એબોટ.
આ પણ વાંચો : ત્રણ દાયકા પછી ઘાટીમાંથી દૂર થશે ‘ડરનો પડદો’, કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન