ગુજરાતટોપ ન્યૂઝ

10 દિવસમાં મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડતી થશે; કેટલું છે ભાડું, કેટલા સમયમાં પહોંચી શકાશે? સ્ટેશન પર કેવી હશે સુવિધા? જાણો A TO Z બધું જ

Text To Speech

અમદાવાદીઓ આનંદો! નજીકના સમયમાં જ અમદાવાદને મળવા જઈ રહ્યું છે નવું નજરાણું. અમદાવાદ શહેરની સુખાકારી અને સુખસુવિધામાં વધારો કરવા માટે સરકારી તંત્ર કામે લાગેલું છે. PM મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક ગણાતા મેટ્રો રેલ પ્રોજેક્ટે હવે શહેરની ધરતી પર આકાર લઈ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે 30મી સપ્ટેમ્બરે એટલે 10 દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રોના ડ્રીમ પ્રોજેક્ટના પહેલા આખા રૂટનો શુભારંભ કરશે. આ સાથે જ શહેરની લાઇફલાઇન સમાન મેટ્રોની વર્ષોથી ચાલી આવતી આતુરતાનો અંત આવશે.

ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હશે કે આ મેટ્રો રેલનું ભાડું કેટલું હશે? કેટલી વારમાં વસ્ત્રાલથી થલતેજ પહોંચી શકાશે? મેટ્રો સ્ટેશન કેવા રહેશે, ત્યાં શું સગવડ હશે? તો મેટ્રો રેલને લઈને તમારા તમામ સવાલોના જવાબો તમને આ આર્ટિકલમાં મળી જશે. થલતેજથી વસ્ત્રાલ, APMCથી મોટેરા રૂટ પર 32 મેટ્રો દોડાવાવાનો હાલનો પ્લાન છે.

Ahmedabad Metro Train
પહેલા વીકમાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે.

આટલું હશે ભાડું
30 સપ્ટેમ્બરથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. 21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના APMCથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. મેટ્રોનું ભાડુ 5, 10,15, 20 અને 25 રૂપિયા રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે.

મેટ્રો સ્ટેશન પર 30 સેકન્ડ જ રોકાશે
અમદાવાદના નિર્ધારિત કરાયેલાં દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ જેટલાં સમય માટે જ રોકાશે. તેથી ખુબ જ ઝડપથી મુસાફરોએ મેટ્રોમાં સવાર થઈ જવાનું રહેશે. એ પ્રકારે ફ્રિકવન્સી સેટ કરવામાં આવી છે કે, પેસેન્જરને દર અડધો કલાકે ટ્રેન મળી રહે.

Ahmedabad Metro Train
પહેલા વીકમાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે.

પ્રથમ વીકમાં એકાંતરે દોડશે ટ્રેન
પહેલા વીકમાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે.

મોટા ભાગના મેટ્રો સ્ટેશન બનીને તૈયાર
દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, સ્ટેડિયમ, ગુરુકુળ રોડ, કોમર્સ છ રસ્તા સહિતના મોટા ભાગનાં તમામ સ્ટેશનો બનીને તૈયાર થઈ ગયાં છે અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં પણ નાની કામગીરી જ બાકી છે, જે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે. તમામ સ્ટેશનોને કાર્યરત કરવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં રોશનીથી સજાવટ સહિતની કામગીરી પણ કરી દેવામાં આવશે.

Ahmedabad Metro Train
દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, સ્ટેડિયમ, ગુરુકુળ રોડ, કોમર્સ છ રસ્તા સહિતના મોટા ભાગનાં તમામ સ્ટેશનો બનીને તૈયાર થઈ ગયાં છે અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં પણ નાની કામગીરી જ બાકી છે, જે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે.

પ્રથમ ફેઝના મેટ્રો સ્ટેશનની વાત
થલતેજ દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયું છે. રોડની બંને તરફથી સ્ટેશન ઉપર જવા માટે કુલ 4 ગેટ છે, જેમાં એસ્કેલેટર અને સીડી પરથી જઈ શકાય છે. બંને તરફ લિફ્ટ પણ મૂકવામાં આવી છે. લોકો લિફ્ટ વડે પણ સ્ટેશન પર જઇ શકે છે. ઉપરના માળે સ્ટેશન પર જ ટિકિટબારી આવેલી છે. જ્યાંથી લોકો ટિકિટ લઈ ટ્રેનમાં બેસી શકશે.

ગુરુકુળ રોડ અને હેલમેટ સર્કલ પાસે બનાવવામાં આવેલાં મેટ્રો પણ બનીને સંપૂર્ણપણે તૈયાર છે. આ સ્ટેશનો પર પણ બંને તરફ સીડી અને એસ્કેલેટર મૂકવામાં આવ્યાં છે, જ્યાંથી લોકો સ્ટેશન પર અવર જવર કરી શકશે. સ્ટેશનની વચ્ચે લિફ્ટ મૂકવામાં આવી છે. કોમર્સ છ રસ્તા પાસે પણ આ રીતે જ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ તમામ સ્ટેશનો પર પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે.

સરદાર પટેલ સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનની વાત કરીએ તો એમાં કોમર્સ છ રસ્તા તરફથી એક જ ગેટ બનાવવામાં આવેલો છે, જેમાંથી લોકો સ્ટેશન પર જઈ શકશે અને ત્યાં જ લિફ્ટ તેમજ સીડી અને એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે. રોડની સાઈડની જગ્યાથી ઉપર જઈ શકાય છે. આ સ્ટેશન પર માત્ર બે જ ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં એક કોમર્સ છ રસ્તા તરફ અને બીજો સ્ટેડિયમ પાંચ રસ્તા તરફનો ગેટ બનાવવામાં આવ્યો છે. સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનમાં સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ જવા માટે એક માળ અલગથી બનાવવામાં આવ્યો છે, જ્યાંથી લોકો ચાલીને નીચે જઈ શકશે.

Ahmedabad Metro Train
વસ્ત્રાલ ગામથી ઊપડીને મેટ્રો નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર તરફથી જૂની હાઈકોર્ટ જશે. હાઈકોર્ટ પાસે આવેલા સ્ટેશન પર ઈન્ટરચેન્જ સ્ટેશન હશે.

ફર્સ્ટ ફેઝનો આખો રૂટ કેવો છે?
આ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે પૈકી 14.63 કિમી એલિવેટેડ અને 6.53 કિમી અંડરગ્રાઉન્ડ છે, જેમાં 13 સ્ટેશન એલિવેટેડ અને 4 સ્ટેશન અંડર ગ્રાઉન્ડ હશે. વસ્ત્રાલ ગામથી ઊપડીને મેટ્રો નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર તરફથી જૂની હાઈકોર્ટ જશે. હાઈકોર્ટ પાસે આવેલા સ્ટેશન પર ઈન્ટરચેન્જ સ્ટેશન હશે. જ્યાંથી મુસાફરો મેટ્રોના બીજા રૂટ પર જઈ શકશે. સ્ટેડિયમથી કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને થલતેજ ગામ પહોંચાશે.

Back to top button