ગુજરાતદક્ષિણ ગુજરાત

કોંગ્રેસમાં આજથી વિધાનસભા ચૂંટણી અંતર્ગત ટિકિટ વાંચ્છુકોની સેન્સ લેવાશે, પ્રદેશ પ્રભારી સહિત ટોચના નેતાઓ હાજર રહેશે

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. નવરાત્રિમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે આ ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ પણ કમર કસી છે, તો મૂરતિયાઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ સુરત શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવા પહેલા ચિંતન કરી રહી છે. જે ઉમેદવારોને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને આજે સાંભળવા માટે ઈશ્વર ફાર્મ ખાતે બોલાવવામાં આવ્યા છે.

ઉમેદવારી કરનારાઓને સાંભળવામાં આવશે
વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને દક્ષિણ ગુજરાત પ્રભારી બી એમ સંદીપ આ તમામ દાવેદારોને સાંભળશે. નિરિક્ષકો સામે 12 બેઠક માટે અંદાજે 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ટિકિટ માગશે.

સુરત શહેર અને જિલ્લાના ભાવી ઉમેદવાર
કોંગ્રેસના નેતાઓ આજે ઉમેદવારોની રજૂઆતો સાંભળશે. સુરતની અલગ અલગ બેઠકો માટે થોડા દિવસો અગાઉ પોતાના સમર્થકો સાથે આવીને જે તે વિધાનસભાના નિયુક્ત કરેલા પ્રભારી સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. પોતાની દાવેદારીને મજબૂત કરવા માટે પોતાના સમર્થકો સાથે પ્રભારીની આગળ રજૂઆત કરીને ટિકિટની માંગણી કરી છે. આજે પોતાના સમર્થકો સાથે નહીં પરંતુ વ્યક્તિગત રીતે સાંભળવાનો આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00 વાગ્યાથી સાંજ સુધી કોંગ્રેસ કાર્યાલય ઉપર ધમધમાટ જોવા મળશે.

Back to top button