ચાઈલ્ડ પોર્નોગ્રાફી-રેપ વીડિયો મુદ્દે SCનું કડક વલણ, Meta-Twitter પાસેથી માંગ્યો રિપોર્ટ
SCએ અન્ય કંપનીઓ સહિત Meta અને Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના અહેવાલમાં જણાવવા આદેશ આપ્યો છે કે આ બધી કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર બળાત્કારના વીડિયો અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા વીડિયો અપલોડ કર્યા પછી તેને રોકવા માટે શું પગલાં લીધાં છે.
ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બળાત્કારના વીડિયોને ઓનલાઈન અપલોડ કરવા અંગે સરકાર હંમેશાથી ખૂબ જ કડક રહી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા અને માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર સહિત અન્ય કંપનીઓને કંપ્લાયંસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે કેન્દ્ર આ મામલામાં વહેલી તકે વિગતવાર રિપોર્ટ દાખલ કરે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ રિપોર્ટ માંગવા પાછળનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે જાણ કરવી જોઈએ કે આવા સંવેદનશીલ મામલાઓમાં તેમના પ્લેટફોર્મ પર આ વીડિયોને રોકવા માટે કયા પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. કંપનીઓએ આવી પ્રવૃત્તિઓને રોકવા માટે માત્ર કડક નિયમો જ બનાવવા જોઈએ નહીં, પરંતુ આ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેની પણ ખાતરી કરવી જોઈએ જેથી કરીને કોઈ આવા અશ્લીલ વીડિયો અપલોડ ન કરી શકે.
મોટા ભાગના કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે આવા વીડિયો શૂટ થયા બાદ ઓનલાઈન મુકવામાં આવે છે, જેની માઠી અસર માત્ર છોકરીઓ પર જ નહીં પરંતુ બાળકો પર પણ પડે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાંથી મળેલા આદેશ પર કેન્દ્ર સરકાર આ મામલે વિગતવાર રિપોર્ટ દાખલ કરશે.