ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઓલ્ડ પેન્શન સિસ્ટમ મુદ્દે Twitter War ! “પહેલા અંગ્રેજીનું ગુજરાતી કરતા શીખો”

Text To Speech

ઓલ્ડ પેન્શન સિસ્ટમ એટલે કે જૂની પેન્શન યોજના લાગૂ કરવા મુદ્દે AAP અને BJP વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું છે. જેમાં “AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને અંગ્રેજીનું ગુજરાતી કરતા આવડતુ નથી” એવો ગુજરાત ભાજપ પ્રવક્તાએ કટાક્ષ કર્યો છે.

હાલ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સિસ્ટમ લાગૂ કરવા માંગ કરી રહ્યાં છે. ત્યાં બીજી તરફ આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઓલ્ડ પેન્શન સિસ્ટમને લઈને ટ્વીટર પર ઘમાસાણ છેડાયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાઓ ટ્વીટ કરીને પંજાબ સરકાર અને ત્યાંના સીએમ ભગવંત માનને ઓલ્ડ પેન્શન સિસ્ટમ લાગૂ કરવા માટે અભિનંદન પાઠવી દીધાં છે.

ત્યારે કોંગ્રેસમાંથી ગુજરાત ભાજપમાં આવેલાં દિગ્ગજ નેતા યુવરાજસિંહ પરમારે ટ્વીટર પર જવાબ આપતા જણાવ્યું છેકે, ગોપાલભાઈ, પહેલાં પંજાબ સરકારને કહો કે હાલ જે નોકરી કરી રહ્યાં છે પંજાબમાં એમને પગાર ચૂકવે. પછી રિટાયર્ડ લોકોને પેન્શન આપવાના ભ્રમ ફેલાવજો.

ઉલ્લેખનીય છેકે, ગોપાલ ઈટાલિયાએ એવું ટ્વીટ કર્યું હતુંકે, આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે ops લાગુ કરવામાં આવશે. તેને જવાબ આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા જણાવ્યું હતુંકે, જુઓ ખરા આ ભાઈને અંગ્રેજીનું ગુજરાતી કરતા પણ આવડતું નથી એક બાજુ પંજબના મુખ્યમંત્રી કહે છેકે, અમે ops આપવા વિચારીએ છીએ, ફિઝિબિલિટી તપાસ કરી રહ્યાં છીએ. બીજી બાજુ ગુજરાતનો આપ નો પ્રમુખ કહે છેકે, નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ભાઈ ગુજરાતમાં આ પ્રોસીઝર પતી અને 2005 પહેલાંના માટે અમલ પણ શરૂ થઈ ગયો છે.

Back to top button