નેશનલ

જોધપુર : ડોકટરે ક્રૂરતાની તમામ હદ વટાવી ,જોવું આ વીડિયો

Text To Speech

જોધપુર : રાજસ્થાનના જોધપુરમાં એક ડોકટરના ઘરમાં રવિવારના દિવસે સ્ટ્રીટ ડોગ ઘૂસી ગયો હતો અને ત્યારબાદ ડોક્ટર દ્વારા કુતરાને ગાડી સાથે બાંધીને 5 કિલોમીટર સુધી ઘસડ્યો હતો. આ દરમ્યાન કૂતરો લોહીલુહાણ થઈ ગયો. આનો વીડિયો એક બાઈકચાલક દ્વારા ડોકટરની આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધા હતાં.

બાઈકચાલક દ્વારા કારની આગળ ઉભી રાખી ડોકટરને રોક્યો

આ ઘટના દરમ્યાન બાઈકચાલક દ્વારા કારની આગળ બાઈક ઊભી રાખીને તેને રોક્યો અને શ્વાનને છોડાવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે શ્વાનને હોસ્પિટલ દ્વારા મોકલી દીધો. ડોકટર વિરુદ્ધ પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડોક્ટર એ રાજસ્થાનના જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ફરજ બજાવતા ડૉ. રજનીશ ગાલવા શહેરના સૌથી પૉશ કોલોની શાસ્ત્રીનગરમાં રહે છે.

મળતી માહિતી પ્રમાણે, શ્વાન ડોકટરના ઘરમાં વારંવાર ઘૂસી જતો હતો. રવિવારે બપોરે પણ સ્ટ્રીટ ડોગ તેના ઘરમાં ઘૂસી ગયો, જેને કારણે ડોક્ટર ગાલવાને ગુસ્સો આવ્યો. તેને દોરડું લીધું અને કૂતરાના ગળામાં બાંધી દીધું. એને ઘસડતો બહાર લઈને આવ્યો.એને દોરડાંને પોતાની કાર સાથે બાંધી દીધી અને કારને ઝડપથી દોડાવવા લાગ્યો., જેને કારણે તેના શરીરમાં અનેક જગ્યાએ ઈજા પહોંચી. . બાઈકચાલક દ્વારા કારને રોકવાનો પ્રયાસ કર્યો. રાહદારીઓ દ્વારા કારની પાછળ બાઈક દોડાવી અને એની આગળ બાઈક ઊભી રાખી, કારને અટકાવી ત્યારે જ કાર રોકાઈ હતી. ત્યારબાદ ડોકટર ગાલવાએ કાર અટકાવી તેમની સાથે ચડભડ કરી.

ડોગ હોમ ફાઉન્ડેશનના વર્કરોને કરવામાં આવી જાણ

એક રાહદારીએ ડોગ હોમ ફાઉન્ડેશનના વર્કરોને જાણ કરવામાં આવી.અને ફાઉન્ડેશનના મેમ્બર ત્યાં આવી પહોચ્યા. ડોકટર તેમની સાથે ઝઘડયો હતો. ડોકટરે જ પોલીસ બોલાવીફાઉન્ડેશનના લોકોએ ઘાયલ કૂતરા માટે એમ્બ્યુલન્સ બોલાવી તો ડોકટરે હોબાળો કર્યો. અને ત્યારબાદ પોલીસે ડોકટર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.અને ત્યારબાદ ડોકટરની પત્ની પણ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. તેને થોડા પૈસા આપીને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો. હાલ શ્વાનની ડોગ હોમ ફાઉન્ડેશનમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : જોધપુરનું મંડોર ગાર્ડન પિકનિક માટે છે પ્રખ્યાત, જાણો તેની વિશેષતા અને ઈતિહાસ

Back to top button