સાયન્સ એન્ડ ટેકનોલોજી

ફાઈનાન્સિયલ એપને ટાર્ગેટ કરતા માલવેરથી રહો સાવધાન !

Text To Speech

શાર્કબોટ નામનો માલવેર એટલે કે એક પ્રકારનો વાઈરસ ફરીથી ત્રાટક્યો છે.આ વાઈરસ સૌથી પહેલા 2018માં જોવા મળ્યો હતો.આ વાઈરસ ફરીથી મોબાઈલમાં ઘૂસી રહ્યો છે. ખાસ તો ક્રિપ્ટોકરન્સી અને ફાઈનાન્સ સબંધિત એપમાં ઘૂસી જઈને આ માલવેર મહત્વની વિગતો ચોરે છે અને એ સિવાય બેન્ક એકાઉન્ટ ખાલી કરવાનું કામ પણ કરે છે. મિસ્ટર ફોન ક્લિનર, કીલહેવી મોબાઈલ સિક્યુરિટી વગેરે જેવી ઘણી એપ છે, જેના દ્વારા આ માલવેર ફોનમાં ઘૂસે છે.

આ રીતે તમારા ફોનને કરે છે ટાર્ગેટ

સૌથી મોટુ જોખમ એ છે કે તમારા ફોનમાં અપડેટની જરૃર છે એવુ નોટિફિકેશન આવ્યા પછી જો અપડેટ કરવામાં આવે તો આ માલવેર ઘૂસી જવાની શક્યતા રહે છે. માટે ફોનમાં કોઈ આવી શંકાસ્પદ એપ હોય તો તુરંત દૂર કરવી જોઈએ.

પ્લે સ્ટોર -humdekhengenews

અજાણી લિંક પર ક્લિક કરવી ભારે પડી શકે છે

કોઈ અજાણી લિન્ક પર ક્લિક કરીને અપડેટ કરવાને બદલે પ્લે સ્ટોરમાં જઈને એપ અપડેટ કરવી જોઈએ અને પ્લે સ્ટોરમાં જ રહેલા સ્કેન ઓપ્શનનો ઉપયોગ કરી ઘાતક એપ છે કે કેમ એ તપાસવુ જોઈએ.

Back to top button