ગુજરાતટોપ ન્યૂઝ

નવરાત્રીમાં વરસાદને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર

Text To Speech

રાજ્યમાં હાલ ચોમાસુંએ છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. પરંતુ આ વખતે નવરાત્રી દરમ્યાન ભારે વરસાદ ની આગાહી હતી. હવમાન વિભાગ દ્વારા ખેલૈયાઓ માટે સારા સમાચાર આપ્યા છે.હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત રહેવાની શક્યતા છે.જેને લઇને ખેલૈયાઓ આનંદની લાગણી પ્રસરી છે.

નવરાત્રીને લઈને આ વખતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ 

ગુજરાત રાજયમાં ભારે વરસાદની આગાહી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ  જોવા મળી રહ્યો છે.અને  ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લિધો છે.

રાજયમાં 22 અને 23 સપ્ટેમ્બરે રહશે છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે બે દિવસ બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 23 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે.

આ પણ વાંચો : નવરાત્રીના પેહલા દિવસે અમદાવાદીઓને મેટ્રોની ભેટ

Back to top button