ધર્મ

ઈન્દિરા એકાદશી વ્રત, જાણો તિથિ અને પારણાનો સમય

Text To Speech

પિતૃ પક્ષમાં આવતી અગિયારસને ઈન્દિરા એેકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ઈન્દિરા અગિયારસનું વ્રત 21 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

  • ઈન્દિરા અગિયારસ વ્રત 21 સપ્ટેમ્બરે રાખવામાં આવશે
  • ઈન્દિરા અગિયારસ પિતૃ પક્ષમાં આવે છે
  • આ દિવસે વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે

હિન્દુ ધર્મમાં આમ તો બધી અગિયારસનુ મહત્વ છે, પરંતુ ઈન્દિરા અગિયારસ પિતૃ પક્ષમાં આવે છે. એેવી માન્યતા છે કે પિતૃ પક્ષમાં ઈન્દિરા અગિયારસ વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાથે જીવનમાં સુખ-સમૃદ્ધી અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ઈન્દિરા એકાદશીનુ વ્રતનુ મહત્વ વધારે વધી જાય છે.

ઈન્દિરા એકાદશી 2022 શુભ મુહૂર્ત

પંચાગ મુજબ, ઈન્દિરા અગિયારસ વ્રત પૂજન માટે શુભ મુહૂર્ત 21 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 9 મિનિટથી 9 વાગ્યેને 11 મિનિટ સુધી છે. આ સમય ભગવાન શ્રી હરિની પૂજા માટે ઉત્તમ છે. આ ઉપરાંત ભક્તો 10.43 થી 12.14ની વચ્ચે પણ ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે. આ દિવસે શિવ યોગ પણ છે, જે સવારે 9 વાગ્યેને 13 મિનિટથી આરંભ થશે.

ઈન્દિરા એકાદશી વ્રત કથા

ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઈન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઈન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે. હે રાજન, ઈન્દિરા એકાદશીની કથી જે હું તમને સંભળાવું છે તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતિ નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઈન્દ્રસેન રાજ કરતાં હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખુબ સારી થતાં હતાં. એક દિવસે એવું થયું કે નારદજી ઈન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઈન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું.

નારદજી- humdekhengenews

ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું. જે આ સમયે પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણએ યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યાં છે. નારદજીની વાત સાંભળી ઈન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઈન્દ્રસેન કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે. તેમની ગતિ થાય.

ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર-જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથા શક્તિ દાન પણ કરો. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા.

તે પછી મહારાજા ઈન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું. એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા. જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો.

Back to top button