કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટઃ ચૂંટણી પહેલા જ ગોંડલના રાજકારણમાં ગરમાવો, કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂર્વ MLA જયરાજસિંહે કાઢ્યો બળાપો

Text To Speech

ગોંડલ વિધાનસભા બેઠકમાં આંતરિક જંગ જોવા મળી રહ્યો છે, ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સન્માનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની બાદબાકી કરાઈ હતી. અને તેમાં  નરેશ પટેલ, જયંતી ઢોલ, પાસના અલ્પેશ કથીરિયા વરુણ પટેલ સહીતના લોકો હાજર રહ્યા હતા. આ મામલે ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આકરું નિવેદન આપ્યું હતું. કડવા પાટીદાર સમાજની બેઠકમાં જયરાજસિંહએ અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહાર કર્યા હતા.

જયરાજસિંહે જણાવ્યું હતું કે, “મારે એમના વિશે એક પણ ઘસાતો શબ્દ બોલવો નથી અને ઘસાતો શબ્દ બોલવાનો મને અધિકાર નથી. પરંતુ મિત્રો મારે દુઃખ સાથે એટલું કહેવું છે રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી તમે ક્યાં બેસો છો? તેની તમને સભાન અવસ્થા હોવી જોઈએ. આવું મારું માનવું છે માની લ્યો કે કોઈ કારણોસર હું તમને નથી ગમ્યો એટલે તમે બીજા સભ્ય સમાજ પાસે બેસો છો. તમે રીબડા મહિપતસિંહ બાપુના પગમાં હાથ નાખો છો આ બાબતે હું જયંતીભાઈ ની ટીકા કરું છું. તમે મારા વડીલ છો તમે મારા વડીલ છો મારાથી કોઈ ભૂલ થશે અને તમે મને ઠપકો આપશો તો એ હું માથે ચડાવીશ પણ તમે આવું ન કરી શકો.”

વધુમાં તેમણે કહ્યું હતું કે- “એને શું કર્યું છે અને એણે શું કરવાનું છે જયંતીભાઈની વાત અહીં પૂરી થઈ. અત્યારથી ત્યાં બધા પ્લાનિંગોની શરૂઆત થઈ ગઈ જેમ કે આપણે ત્યાં માર્કેટયાર્ડ છે તો તેના ચેરમેન કોણ? નગરપાલિકા છે તો તેના પ્રમુખ કોણ? તાલુકા પંચાયત હવે કોના પાડે જશે? નાગરિક બેંક હવે કોને દેશો? ધારાસભ્ય તો હવે આપણે બની ગયા ભાઈ અનિરુદ્ધસિંહના સુપુત્ર રાજદીપસિંહ પણ ધારાસભ્ય બની ગયા છે હવે જે આંતરિક વાત મને મળે છે એ હું તમારી સમક્ષ હું કહું છું.”

જયરાજસિંહે વધુમાં એવું કહે કે- “યાર્ડનું રક્ષણ તો હું કરીશ આમાં બે વસ્તુ કંઈ ભેગી નથી થતી, ખબર છે ને તમારે દૂધની ભલામણ કરવી હોય તો મીંદડી ને છેટી રાખવી પડે તમારો લોક હોય તો તેને સ્ટ્રોંગ બનાવવો પડે તેની આગળ ગન મેન રાખવો પડે ચોરને આ જવાબદારી ન સોંપાય. બાકી રીબડામાં જેની ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધા મિત્રોને ખબર હશે રીબડાની અંદર જમીન કેવી રીતે વહેંચાય છે હું એક શબ્દ પણ ખોટો બોલું તો મારો બાપ બીજો હોય.

Back to top button