ગુજરાતટોપ ન્યૂઝ

VCE કર્મચારીઓની લાંબા સમયથી માગણી પૂર્ણ ન થતાં ઉગ્ર વિરોધ

Text To Speech

સરકાર સામે એક પછી એક વિરોધના સૂર ઊઠી રહ્યા છે. જ્યાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. ગાંધીનગર તેમાં કર્મચારીઓા આંદોલનનું એપી સેન્ટર છે ત્યાં હવે VCE કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે. (VCE) વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કે જેઓ સરકારની ઇ-ગ્રામ સોસાયટીની નેજા હેઠળ કામ કરી રહ્યા છે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને VCE કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે.

આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા તેમના પર કાર્યવાહી કરતાં કેટલાંક VCE કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી રહી છે. ખાસ નોંધનીય છેકે, VCE કર્મચારીઓ અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદન આપી ચુક્યા છે.

VCE કર્મચારીઓનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હોવા છતાં ઇ-ગ્રામ સોસા. દ્વારા VCE કર્મચારીઓના હિતમાં કોઈ પગલાં લેવામાં નથી આવતા. આ ઉપરાંત અનેકવાર VCE કર્મચારીઓને ખોટી રીતે છુટા કરવામાં આવે છે. અગાઉ પણ VCE કર્મચારીઓએ પંચાયત મંત્રી સાથે અનેક બેઠકો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યુ નથી. આજે મોટી સંખ્યામાં વહેલી સવારે VCE કર્મચારીઓ સચિવાલય પહોંચ્યા છે અને સચિવાલયના ગેટ.ન.4 પર ધરણા પ્રદર્શન શરુ કર્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર : વિરોધનો વધુ એક મોરચો, જંગલના રખેવાળો સત્યાગ્રહ છાવણીમાં

છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય વન રક્ષક અને વનપાલ કર્મચારી મંડળ સરકાર સામે પોતાના ગ્રેડપે વધારાને લઈને માંગણીઓ કરી રહ્યું છે. તેમજ તેમના એલાઉન્સ અંગે પણ લાંબા સમયથી તેમણે માંગણી કરી હતી પણ જેનું નિરાકરણ હજી સુધી આવી શક્યું નથી. જેથી આજે મોટી સંખ્યામાં વનરક્ષકો અને વનપાલ આખરે પોતાની માંગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર એકત્ર થયા છે.

આ પણ વાંચો : સરકાર સામે હવે એસટી નિગમ અને ચોથા વર્ગના કર્મચારીઓએ મોરચો માંડ્શે

Back to top button