જમ્મુ: જમ્મુના અરનિયા સેક્ટરમાં BSF દ્વારા ડ્રોનની હિલચાલ શોધી કાઢવામાં આવી હતી. સામે ભારતીય જવાનોએ પણ જોરદાર ફાયરિંગ કરી તેને ભગાડી મૂક્યું હતું.
ડ્રોન પર છ રાઉન્ડ ફાયરિંગ થયું
આ મામલે BSFના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન તરફથી ડ્રોન 19:25 કલાકે અરનિયા વિસ્તારમાં એક ઝબકતી લાઈટ સાથે ભારત તરફ આવતું જોવા મળ્યું હતું. ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ઓળંગવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારે જ બીએસએફના જવાનોએ ડ્રોન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ ડ્રોન તરત પાછું જતું રહ્યું હતું.’
પહેલાં પણ આવા કિસ્સા બન્યા છે
જમ્મુમાં IB નજીક પાકિસ્તાન તરફથી J&Kમાં કાર્યરત આતંકવાદીઓ માટે ડ્રોન દ્વારા હથિયાર છોડવાના અનેક કિસ્સાઓ બન્યા છે. BSFએ અનેક હથિયારો જપ્ત કર્યા છે અને સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સની યોજનાઓને નિષ્ફળ બનાવી છે.