ગુજરાત

આખરે જાગ્યું કોંગ્રેસ, મિશન-2022 સાથે એક્શન પ્લાનની કરી જાહેરાત

Text To Speech

ગુજરાત વિધાનભાની ચૂંટણીમાં કોંગ્રેસ મોડે મોડે જાગ્યું છે. જ્યાં એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત ચૂંટણી માટેના પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યાો છે. જેમાં 125 સીટો જીતવાના લક્ષ્યાંક માટે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી છે.

કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લાકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ અલગ અલગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ શકિત વંદના કાર્યક્રમ કરી જનતા સુધી કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસના વચનો પહોંચાડવાનું કાર્ય કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો યાત્રા ચાલી રહી છે તેને તાલુકા કક્ષાએ લઈ જેવા માટે પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આહ્વાન આપ્યું છે. જેની સાથે જ લાંબા સમયથી નબળાઈ બનેલા કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટને ફરી મજબૂત કરવા માટે પહેલીવાર ગુજરાત કોંગ્રેસ 52 હજાર બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકશે.

આ પણ વાંચો : આપનો માસ્ટર મૂવ: પંજાબ ચૂંટણીમાં જીત અપાવનાર નેતાને સોંપાઈ ગુજરાતની જવાબદારી

ગુજરાતની જનતાને આપેલા 8 વચનો અને ભાજપ સરકારની 6 નિષ્ફળતાઓ સાથેના નાગરિક અધિકાર પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 24,25 અને 26 સપ્ટેમ્બરે સિનિયર નેતાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો નાગરિક અધિકાર પત્ર 1.50 કરોડ ઘરોમાં પહોંચાડવામાં આવશે. તથા દરવખતે વિધાનસભાની ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસે મિશન 2022 માટે ફ્રન્ટ ફૂટ પર રમવાનું મન બનાવી લીધું છે.

Back to top button