ટ્રેન્ડિંગ

શું તમે ચિત્તા, દીપડા અને જગુઆર વચ્ચેનો તફાવત જાણો છો?

Text To Speech

17 સપ્ટેમ્બર ના રોજ મધ્યપ્રદેશના કુનો ખાતે આવેલા ચિત્તા બાદ હાલ સૌ કોઈ આજ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ શું આપ ચિત્તા, દીપડો, વાઘ કે જગુઆરની વચ્ચેના તફાવતને ઓળખી શકો છો? ઘણીવાર લોકો તેમને ઓળખવામાં છેતરાય છે. પછી તે ગતિનો મામલો હોય કે પછી તાકાતનો આ પ્રાણીઓની પોતાની આગવી વિશેષતાઓ છે. કૂનોમાં આફ્રિકાના નામીબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા છે. આફ્રિકામાં પણ હવે ગણતરીના જ ચિત્તા બચ્યા છે. દુનિયામાં લગભગ આઠ બિલાડીઓ છે જે ચિત્તા જેવી દેખાય છે. કેટલીકવાર લોકો ચિત્તાની તુલના વાઘ સાથે પણ કરતા હોયછે. આવો જોઈ આ બધા વચ્ચે શું તફાવત છે.

ચિત્તા સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. વાઘ 10 ફૂટ લાંબો અને 300 કિલો વજન ધરાવે છે. તેના શરીર પર પટ્ટાઓ છે. જ્યારે ચિતાના શરીર પર ગોળ કાળા ડાઘ છે. એક મોટો તફાવત છે. ચાલો જાણીએ ચિત્તા જેવી દેખાતી બિલાડી કઈ છે.

સર્વલ: આફ્રિકાના સબ-સહારન દેશોમાં જંગલી બિલાડી જોવા મળે છે. 21 થી 24 ઇંચ લાંબી. વજન લગભગ 9 થી 18 કિગ્રા હોય છે. વિશ્વના કોઈપણ બેજના શરીરની તુલનામાં તેના પગ સૌથી લાંબા છે. ઉંદર, ગરોળી, સાપ, દેડકા, જંતુઓ તેનો શિકાર છે. તે હલનચલન કર્યા વિના 15 મિનિટ સુધી એક જગ્યાએ બેસી શકે છે. જેથી શિકાર નજીક આવી શકે. પછી તે અચાનક હુમલો કરે છે. તે એક જ વારમાં 4 ફૂટથી 13 ફૂટની ઊંચાઈ સુધી કૂદકો મારે છે.

સર્વલ બિલાડી -humdekhengenews

જગુઆરઃ અમેરિકા અને એમેઝોનના જંગલોમાં જગુઆર વધુ જોવા મળે છે. મહત્તમ લંબાઈ 6 ફૂટ છે. પૂંછડી ત્રણ ફૂટ લાંબી છે. વજન લગભગ 159 કિગ્રા છે. ચિત્તાની જેમ તેઓ વાંદરાઓ પર પણ હુમલો કરે છે.

જગુઆર બિલાડી- humdekhengenews

જ્યાં સુધી વાત તાકાતની છે તો ચિત્તાની સરખામણીમાં દીપડા વધુ તાકાતવર હોય છે. જ્યારે, સ્પીડના મામલામાં ચિત્તાની જોડ કોઈ ન આવી શકે. આ મામલામાં દીપડો ચિત્તાની તોલે ના આવે. દીપડો સામાન્યરીતે એકલો જ રહેવાનું પસંદ કરે છે, જયારે નર ચિત્તા સમૂહમાં રહે છે. માદા ચિત્તા એકલા રહે છે. જોકે, તેમના બાળકો તેની સાથે હોય છે. શિકારના સમયે તેણે બાળકોનું પણ ધ્યાન રાખવુ પડે છે. સ્પીડના મામલામાં ચિત્તાની કોઈ જોડ નથી, પરંતુ તે લાંબા સમય સુધી નથી દોડી શકતો. ભારત સહિત એશિયાના લગભગ દરેક દેશમાંથી ચિત્તા વિલુપ્ત થઈ ચુક્યા છે. ઈરાનમાં જરૂર કેટલાક ચિત્તા મળી આવે છે, જે મધ્ય ઈરાનના પઠારી વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો: Exclusive: એક ગુજરાતીએ સપનું જોયું… એક ગુજરાતીએ સાકાર કર્યું…

ચિત્તા -humdekhengenews

ચિત્તા

  • ચામડીનો રંગ હળવો પીળો અથવા ઓફ વ્હાઈટ
  • માથુ નાનું અને ગોળ, છાતી ઊંચી અને પેટ પાતળું
  • ચહેરા પર આંખોના ખૂણાથી મોઢા સુધી એક કાળી લાઈન
  • આંખો થોડી પીળી
  • પાછળની પગના માંશપેશિઓ મોટી અને તાકાતવર હોય છે. જેથી તેને ગતિ મળે છે.
  • શિકારનો પીછો કરતી વખતે ચિત્તાના શરીરનું તાપમાન 105 ડિગ્રી ફેરનહિટ અથવા 41 ડિગ્રી સેલ્સિયસ
  • સૌથી ફાસ્ટ દોડી શકે છે, પરંતુ લાંબા અંતર સુધી નથી દોડી શકતો
  • 100 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 100 મીટર સુધી, જ્યારે 80 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 500 મીટર સુધી દોડી શકે છે.
  • ચિત્તા વાઘની જેમ ત્રાડ નથી પાડી શકતા. તે બિલાડીની જેમ ઘૂરકે છે અથવા તો પછી પુર્રનો અવાજ કાઢે છે.
  • 7 મીટર એટલે કે 23 ફૂટ લાંબી છલાંગ. ચિત્તા તેની સ્પીડ ત્રણ સેકન્ડમાં મેળવી લે છે. સારામાં સારી સ્પોર્ટસ કારને પણ આ સ્પીડ પકડવામાં 6 સેકન્ડ લાગી જાય છે.
  • દોડતી વખતે ચિત્તો ઘોડાની જેમ અડધો સમય હવામાં રહે છે.
  • ચિત્તાની એશિયન પ્રજાતિનું માથુ અને પગ અપેક્ષાકૃત નાના હોય છે. તેની ચામડી અને રુંવાટી મોટી હોય છે.
  • આફ્રિકી ચિત્તાની સરખામણીમાં તેની ગરદન પણ જાડી હોય છે.
  • ચિત્તાના વિલુપ્ત થવાનું એક મોટું કારણ એ છે કે તેમના બચ્ચા મુશ્કેલીથી બચી શકે છે. વાઘ, જરખ, બબૂન અને શિકારી પક્ષી તેનો શિકાર કરી લે છે.
  • ચિત્તા પોતાના શિકારનો પીછો કરતી વખતે મારે છે.
  • પોતાના શિકારને ખાવામાં ચિત્તો વિલંબ નથી કરતો.
  • સ્પીડમાં શિકાર કરવા માટે ચિત્તાને ખુલ્લી જગ્યાની જરૂર હોય છે.

દીપડા- humdekhengenews

દીપડાની વિશેષતાઓ

ચિત્તા કરતાં વધુ શક્તિશાળી હોય છે. 6.2 ફૂટ લાંબા દીપડાની ઝડપ 58 કિમી પ્રતિ કલાક છે. વજન 75 કિલો. દીપડાઓ રાત્રે શિકાર કરે છે. કારણ કે તેઓ દિવસ દરમિયાન સિંહ અને વાઘના હુમલાથી ડરે છે. તે મધ્યમ કદના જીવોનો શિકાર કરે છે.

  • દીપડાનું માથુ મોટું હોય છે.
  • શરીર પર કાળા ધબ્બા હોય છે પરંતુ, તેનો આકાર ફિક્સ નથી હોતો.
  • ચહેરા પર ધબ્બા સમૂહોમાં ફેલાયેલા હોય છે, જે તેના શરીર પર દેખાય છે.
  • આંખો ચમકીલી ભૂરી અને લીલા રંગની દેખાય છે.
  • વાઘની જેમ ત્રાડ પાડે છે.
  • ઘાત લગાવીને હુમલો કરવામાં માહેર હોય છે
  • પૂંછડી ગોળાકાર ટ્યૂબ જેવી હોય છે. દીપડા પણ પોતાની પૂંછડીનો ઉપયોગ શારીરિક સંતુલન માટે કરે છે.
  • દીપડાના આગળના પગ પાછળની સરખામણીમાં વધુ મોટા હોય છે. તેને કારણે તેમને શિકારને ઝાડ પર ખેંચીને લઈ જવામાં મદદ મળે છે.
Back to top button