વર્લ્ડ

તાઈવાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 24 કલાકમાં 100થી વધુ ઝટકા

Text To Speech

તાઈવાન સતત બીજા દિવસે પણ ભૂકંપના ઝાટકાથી ધ્રુજતુ રહ્યુ છે.શનિવાર પછી રવિવારે પણ તાઈવાનના પૂર્વ હિસ્સામાં આવેલા યુજિંગ વિસ્તારમાં ભૂકંપના ઝાટકા લોકોએ અનુભવ્યા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે લગભગ 12.14 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૂર્વી તાઈવાનના યુજિંગ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હુઆલિન વિસ્તારમાં એક ઘર પણ ભૂકંપથી ધ્વસ્ત થઈ ગયું છે.

Taiwan Earthquake 01

ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ટ્રેન પલટી ગઈ. જેના કારણે રેલ સુવિધા પણ પ્રભાવિત થઈ છે. આ ઝાટકાની તિવ્રતા એટલી હતી કે, રેલવે ટ્રેક પરથી ટ્રેન પણ ઉથલી પડી હતી અને તેના કારણે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો.તાઈવાનમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના 100થી વઘુ આંચકા અનુભવાયા છે.આજે જે આંચકા આવ્યા હતા તેની તિવ્રતા 7.2 રિચર સ્કેલની હતી.

જેના પગલે સેંકડો મકાનોને નુકસાન થયુ છે અને લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી.લોકો જીવ બચાવવા માટે ઘરોની બહાર દોડી આવ્યા હતા.જોકે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજી મળ્યા નથી. ભૂકંપના કારણે રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે અન એક બ્રિજનેપ ણ નુકસાન થયુ છે.

Taiwan Earthquake 02

છેલ્લા 24 કલાકમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે રાજધાની તાઈપેમાં મેટ્રો સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે. રેલવેને આ ભૂકંપના કારણે ખાસુ નુકસાન થયુ છે.

આ પણ વાંચો : અમેરિકા, ઈટાલી, પાકિસ્તાન અને ભારત સુધી આકાશી આફત, હજારો લોકોના મોત, કરોડો લોકો બેઘર

Back to top button