ઉત્તર ગુજરાત

દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી, પરિવાર સહિત 50 લોકો સામે નોંધાશે ગુનો

Text To Speech

દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં વિપુલ ચૌધરીના 50 નજીકના વ્યક્તિઓ સામે ગુનો નોંધાશે. તથા દૂધસાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરીના સગા-સબંધીઓ પણ આરોપી બનાવવામાં આવશે.

વિપુલ ચૌધરીના પરિવારના તેમજ નજીકના લોકોના ખાતામાં પણ બેનામી સંપત્તિ હોવાની માહિતી સામે આવી રહી છે. જેના સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ દૂધસાગર ડેરીના પણ કેટલાંક સભ્યો સામે પણ તપાસ કરવામાં આવી શકે છે. આ તરફ વિપુલ ચૌધરીની મુશ્કેલી સતત વધી રહી છે.

આ પણ વાંચો : વિપુલ ચૌધરી કેસમાં હવે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મોટા નેતા સામે સવાલ

સાગરદાણ કેસમાં શંકરસિંહ-મોઢવાડિયાને સમન્સ

ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં વધુ ત્રણ PIનો સમાવેશ કરાયો છે. તથા માતાના નામે ટ્રસ્ટ બનાવી વિદેશથી ભંડોળ મેળવવાના પુરાવા મળ્યા છે. તેમજ સાગરદાણ કેસમાં શંકરસિંહ-મોઢવાડિયાને સમન્સ આપવામાં આવ્યું છે. આ કેસમાં નવો રાજકીય વળાંક સામે આવ્યો છે. જેમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. જેથી સરકારી વકીલની વિજય બારોટ દ્વારા અરજીને ગ્રાહ્ય રાખતા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા સાક્ષી તરીકે 6 ઓક્ટોબરે હાજર રહેવા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Back to top button