કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો મસમોટો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ અને સુરત DRIની સંયુક્ત ટીમે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આશરે 48 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતો ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. DRIની ટીમને એક કન્ટેનરમાંથી 2,00,400 (બે લાખ ચારસો) પ્રતિબંધિત આયાતી ઈ-સિગારેટની સ્ટિક્સ મળી આવી હતી. જ્યારે બીજા કન્ટેનરમાંથી મીસડિક્લેરેશનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈ-સિગરેટનો જથ્થો ચીનથી આવ્યો હતો.
#MundraPort – #Kutch
In major #DRI operation e-cigarettes worth over 48 crore seized from containers imported China..#Ecigarettes pic.twitter.com/3a9VaV0g9d— Ranjit Kanan Atman (@KananRanjit) September 18, 2022
DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડથી વધુની ઈ-સિગારેટ કરી જપ્ત
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઈ-સિગારેટનો આ જથ્થો ચીનથી મંગાવાયો હતો અને મુંબઈ લઈ જવાઈ રહ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર જ ભારત સરકારે અગાઉથી પ્રતિબંધ જાહેર કરેલો છે. મુંદ્રા પોર્ટ અને એપસેઝ સબંધિત આ પ્રકરણમાં વધુ એક વાર આ પ્રકારનું મોટુ ષડયંત્ર ઝડપાતા સબંધિતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.