લાઈફસ્ટાઈલહેલ્થ

શું તમને પણ ચાની સાથે ગાઠીંયા અને ભજીયા ખાવાની આદત છે?, તો તમે બિમારીને નોતરી રહ્યા છો

Text To Speech

આપણે સૌ કોઈ સવારે ઉઠીને પેહલા તો ચાની ચુસ્કી લેતા હોય છે અને પછી કોઈ કામમાં મન પરોવતા હોઈએ છે. કારણકે ચા પિધા વગર આપણને મૂડ જ નથી આવતો, અને મૂડના આવે એટલે કોઈ કામમાં મન પણ ના લાગે. ત્યારે ચા એ આપણા દિવસની શરુઆત માટે ખુબ જ મહત્વ પુર્ણ છે. જે ચા સાથે આપણે કઈને કઈ ખાવાની આદત છે. પણ શું તમને ખબર છે કે ચાની સાથે કેટલીક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. જેમાંય ખાસ કરીને તમને ભજીયા, ગાંઠીયા, ફાફડા ખાવાની આદત હોય તો આજે જ છોડી દેજો. આવો નાસ્તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સાથે જ આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવશું જેનું સેવન ચા સાથે ન કરવું જોઈએ.

GATHIYA
ચાની સાથે બેસનની વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી થાય છે

ચણાના લોટ માંથી બનેલ
આપણે જોઈએ છીએ કે સૌથી વધુ ચાની સાથે લોકો ચણાના લોટથી બનેલી વસ્તુ ખાતા હોય છે. જેમ કે નમકીન, પકોડા, ગાઠીંયા, ફાફડા કે કોઈ અન્ય વસ્તુ. જે ખાવાની આદત સારી નથી. હેલ્થ નિષ્ણાંતનું માનવું છે કે ચાની સાથે બેસનની વસ્તુ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી થાય છે અને પાચન સંબંધિ સમસ્યા શરૂ થાય છે. જેથી કેટલાક લોકો ગેસ, એસિડીટી, કબજીયાત સહિત અનેક પેટની બિમારીઓ થઈ શકે છે.

હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે ચાની સાથે કાચી વસ્તુ લેવી યોગ્ય નથી

ચાની સાથે કાચી વસ્તુ લેવી યોગ્ય નથી.
હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે ચાની સાથે કાચી વસ્તુ લેવી યોગ્ય નથી. ચાની સાથે તેને લેવાથી સ્વાસ્થ્ય અને પેટને નુકસાન પહોંચી શકે છે. ચાની સાથે સલાડ, ફણગાવેલા કઠોળ, અનાજ કે કાચા ફળ ન લેવા જાેઈએ. ચાની સાથે કે ચા પીધાના તત્કાલ બાદ એવી વસ્તુનું સેવન ન કરવું જાેઈએ જેમાં હળદરની માત્રા વધારે હોય. ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વ આપસમાં ક્રિયા કરી પેટમાં રાસાયણિક ક્રિયા કરી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે.

ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું

ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું
આ પેટ માટે નુકસાનકારક તત્વોનું નિર્માણ કરી શકે છે. ઈંડાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ ચાની સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું જાેઈએ. ચાની સાથે ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. ઘણા લોકો ચામાં લીંબુ નિચવીને લેમન ટી બનાવીને પીવે છે, પરંતુ તે ચા એસિડિટી અને પાચન સંબંધી અને ગેસની સમસ્યા ઉભી કરી શકે છે. તેથી ડોક્ટર સલાહ આપે છે તમે લેમન ટી પીવો કે પછી ચાની સાથે લીંબુની માત્રા વાળી વસ્તુનું સેવન ન કરો.

Back to top button