અમદાવાદઃ આગામી 28મી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. ત્યારે આટકોટ નજીક કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સાથે જ વડાપ્રધાન 2 લાખ પાટીદારોને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે બધી પાર્ટી ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે અને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું
28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેશે. કારણ કે, આ કાર્યક્રમની વિગતો વડાપ્રધાન કાર્યાલયે કલેક્ટર કચેરી પાસેથી માગવામાં આવી હતી. 40 કરોડના ખર્ચે નિર્માણ થયેલી પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
40 કરોડના ખર્ચે બની હોસ્પિટલ
વડાપ્રધાનને આટકોટમાં નવનિર્માણ પામેલી હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગને લઈને આમંત્રણ અપાયા બાદ પીએમઓ તરફથી હોસ્પિટલ સંબંધી વિગતોનું પૂછાણ કરાયું છે, તેના આધારે કદાચ વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાતો હોય તેવું માની શકાય. જો કે સત્તાવાર રીતે સૂચના આપવામાં આવી નથી, પરંતુ વિગતોનું પૂછાણ આવતા વડાપ્રધાનનો કાર્યક્રમ ગોઠવાઈ શકે તેવી શક્યતા છે. ભાજપના સુત્રોએ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને આટકોટની હોસ્પીટલના ઉદ્દઘાટન માટે આંમંત્રણ આપવામાં આવ્યું છે.